________________
૮. શ્રુતાધિષ્ઠાત્રીની ઉપાસનાથી
સંખ્યત્વ પ્રગટાવીએ
પ્રત્યેક વ્યક્તિને પોતાના જીવનમાં કોઈકને કોઈક ઈષ્ટ તત્ત્વ હોય છે. એ જે ઇષ્ટની ઉપાસના કરે છે. જે ભાવે ઉપાસના કરે છે તે ભાવે ઈષ્ટનું એ તત્ત્વ વ્યક્તિમાં સંક્રાન્ત થાય છે. વિનિયોગ પામે છે. ઉદાહરણ તરીકે ભગવાન મહાવીરનું તપ ઉત્કૃષ્ટ કોટિનું હતું. તેથી તેના ઉપાસકમાં ઉતકૃષ્ટ તપ કરવાની શક્તિ આવે છે. વ્યક્તિની શરીરની શક્તિ મર્યાદિત હોવા છતાં તે, તે કરે છે. તે એ ઉપાસ્યતત્ત્વનો પ્રભાવ છે. ઉપાસનાશક્તિ કરતાં ઉપાસ્યશક્તિ ખૂબ જ સક્રિય હોય છે. ચિરકાળ ટકનારી હોય છે પણ તેની ઉપાસના સદ્યઃ લાભદાયિની બની રહે છે. - આ ઉપાસના પૂજા સામાન્ય રીતે ચાર પ્રકારે થતી હોય છે. પુષ્પપૂજા, વંદનપૂજા સ્તવનપૂજા ધ્યાનપૂજા. આ ચાર શ્રેષ્ઠ ધ્યાનપૂજા છે. તેના બે પ્રકાર છે. આલંબન ધ્યાન અને નિરાલંબન ધ્યાન. આલંબનધ્યાન બે પ્રકારે છે. આકૃતિધ્યાન અને અક્ષરધ્યાન, આકૃતિધ્યાનથી પ્રારંભ થાય છે. પછી તેટલો જ આનંદ અક્ષરધ્યાન દ્વારા આવે છે. આકૃતિધ્યાન - અક્ષરધ્યાન જેવું જ એક ખૂબ જ અસરકારક વર્ણધ્યાન છે. તે તે કાર્ય માટે તે તે વર્ણનું ધ્યાન તે તે કામ કરવા શીધ્ર સમર્થ બને છે. આ વર્ણવિજ્ઞાન (કલર સાયન્સ) એ તો સ્વતંત્ર વિષય છે.
જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના