________________
માઇલ દૂર માતા સરસ્વતીનું જૂનું મંદિર છે, આજે પણ માતા સરસ્વતીની શ્યામ વર્ણની અને પાંચ ફૂટ ઊંચી મૂર્તિ છે. મુનિજી રાત્રિ મુકામ દરમિયાન જ્યારે ધ્યાનમાં બેઠા હતાં ત્યારે માતા સરસ્વતીએ પ્રસન્ન થઈ સાક્ષાત દર્શન દીધાં હતાં અને કહ્યું હતું “હું તમારા ઉપર પ્રસન્ન છું, તમારે લાંબે જવાની જરૂર નથી. હે વત્સ તમે જ્યાં હશો ત્યાં તમારી ઇચ્છા મુજબ સાહિત્યસર્જન કરી શકશો અને સર્વે ઇચ્છા પૂર્ણ થશે.” આ સ્થળે મુનિએ એકવીસ દિવસનું અનુષ્ઠાન કર્યું હતું અને આજે પણ અનેક જૈન મુનિઓ ત્યાં સાધના કરવાં જાય છે. અઝારીના બાવન જિનાલયમાં આજે હેમચંદ્રાચાર્યની મૂર્તિ છે.
મુનિશ્રી સોમચંદ્ર આ રીતે માતા સરસ્વતીની મહાન કૃપા પ્રાપ્ત થતાં, પ્રવરપૂર-કાશ્મીર તરફની યાત્રા અટકાવી ગુરુદેવ પાસે પાછા ફર્યા અને વિદ્યાભ્યાસમાં રત થઈ ગયા.
સમય જતાં સર્વ પ્રકારે તેમની યોગ્યતા જોતાં વિ.સ. ૧૧૬૬ના
વૈશાખ સુદ ૩ના રોજ એકવીસ વર્ષની નાની વયે તેમની આચાર્યપદે નિયુક્તિ કરવામાં આવી. આચાર્યપદવી પ્રાપ્ત થતાં પરંપરા અનુસાર તેમનું નામ શ્રી હેમચંદ્રસૂરિ રાખવામાં આવ્યું, ત્યારે જ તેમના માતુશ્રી પાહિણીદેવી શ્રમણી દીક્ષાગ્રહણ કરી સાધ્વી થયાં અને તેમને પ્રવર્તિની સ્થાપના કરવામાં આવ્યાં. આચાર્યપદ મળતાં તેમની કિર્તી ચારે તરફ વિસ્તરવા લાગી.
પાટણ નરેશ સિદ્ધાર્થ, કવિ હેમચંદ્રાચાર્યના બુદ્ધિબળથી અને શીઘ્ર કવિત્વ – શક્તિથી અત્યંત પ્રભાવિત હતા. હેમચંદ્રાચાર્યને તેમણે રાજ દરબારમાં પધારવા આમંત્રણ આપ્યું ત્યારથી સિદ્ધાર્થ મહારાજા સાથે ઘરોબો વધતો ગયો અને સમય જતાં તે રાજનના ખાસ સલાહકાર તરીકે ગણાવા લાગ્યા અને રાજ્યમાં તેમની વગ વધતી ગઈ.
ગુર્જરનરેશ સિદ્ધરાજે માલવ દેશ ઉપર વિજય મેળવ્યો ત્યારે અઢળક સંપત્તિ પ્રાપ્ત કરી, પરંતુ સરસ્વતી વિનાની સંપત્તિ તેમને ખિન્નતા આપતી હતી, કારણ કે માલવરાજનું મૂલ્યવાન સાહિત્ય તેમની
શાનસાધના અને સરસ્વતી વંદના
૩૭