________________
સ્થિરપ્રાણમાં બીજા તબક્કે સારસ્વત ઊર્જાનું અવતરણ થતાં જ કુંડલિકાનું જાગરણ થાય અને એ જાગરણ પછી ઊર્ધ્વગમન થાય. એમાંથી ક્રમશઃ પ્રબળવાશક્તિ, ઉત્કૃષ્ટ કવિત્વ અને છેલ્લે કૈવલ્ય પ્રગટ થાય.
ઇંડા અને પિંગલમાં (સૂર્ય અને ચંદ્ર, આતમા અને મન) વહેતી પ્રાણધારાનું સ્થિરમિલન તે સુષુમ્ના. ઔદારિક - તેજસ - કાર્પણ કે સ્થૂલ - સૂક્ષ્મ કે કારણ આ ત્રણે શરીરમાં અનુસ્યૂત આત્મઉર્જા તે કુંડલિની મહાશક્તિ.
-
પ્રાણધારા સુષુમ્લામાં સ્થિર થાય તે પહેલો તબક્કો, સ્થિર થયેલી પ્રાણધારા આકાશમંડળમાં વહેતી સારસ્વતમહઃની ધારાને ઝીલી, આત્મ ઊર્જાને ઊર્ધ્વગામિની કરે તે બીજો તબક્કો જે કૈવલ્ય પ્રાપ્તિમાં પૂર્ણ થાય. પૂ. બપ્પભટ્ટિસૂરિ મ.નું રુન્ધાવ્યુઽતિની કે. પૂ. મુનિસુંદર સૂ.નું જ્ઞા-ચિત્ કાન્તા કે લઘુકવિનું ૫ેન્દ્રસ્થેવ શરાસનસ્ય કે પછી પૃથ્વીરાચાર્યનું પેન્વવ્યા તયા કે ઉપાધ્યાય યશો વિ.મ.નું પ્રમતા નર્વતજ્ઞાન સ્તોત્ર, આ પરમાત્મા મુખથી પ્રગટ થયેલ પરમ સરસ્વતી ઉર્જાપ્રવાહનું જ વર્ણન કરે છે. પરમચિતિ શક્તિની સ્તવના કરે છે કોઈ ચતુર્નિકાયની દેવીની નહિ આ તો નાદ અને જ્યોતિની સાધના છે. જે પૂર્ણ થતાં ૫૨માત્મ સાક્ષાત્કારમાં પરિણમે છે. કૈવલ્યની પ્રાપ્તિ એની ચરમ પરિણતી છે.
સિદ્ધ અનુભવી સાધકોનો એક વિશિષ્ટ અનુભવ પણ છે તે પણ વિજ્ઞાનથી સિદ્ધ હોવાથી નોંધી લઈએ.
આપણે જે સિદ્ધ મંત્રબીજો કે સ્તોત્રોના જપ કે પાઠ કરીએ છીએ. તેમના શબ્દોમાંથી એક જબરદસ્ત ચૈતન્ય પ્રગટ થાય છે. ધ્વનિ કાર્ય કરે છે. મંત્ર કે સ્તોત્ર ચૈતન્યમય હોવાથી તેના ધ્વનિતરંગોમાંથી જ ઇષ્ટનું દિવ્યસ્વરૂપ સ્વયં પ્રગટ થાય છે અને આપણને અનુગ્રહ કે નિગ્રહ કરે છે. મંત્ર સ્વયં દેવરૂપ છે. નિરંતર જાપ દ્વારા તેની શક્તિ પ્રગટ થાય છે તેમ. વૈજ્ઞાનિકોએ પણ શબ્દથી આવી શક્તિ પરીક્ષિત કરી છે. મંત્ર કે સ્તોત્રના ધ્વનિ તરંગોથી આછી રેતમાં ઇષ્ટનું ચિત્ર શાનસાધના અને સરસ્વતી વંદના
૧૩