________________
પરંતુ એનાથી પણ મુક્ત બની ગયેલા આત્માઓ, સંપૂર્ણ વૈરાગી બનેલા આત્માઓ એક ઠેકાણે અટકી પડે છે. એ છે દૃષ્ટિરાગ, દૃષ્ટિરાગ છોડવો ખૂબ દુષ્કર છે.
સ્નેહરાગ અને કામરાગ છોડી શકે છે પરંતુ દૃષ્ટિરાગની પકડમાંથી મુક્ત થઈ શકતો નથી. આ મારી માન્યતા, મારો આગ્રહ, આ આગ્રહમાંથી રાગ જન્મતા વાર નથી લાગતી અને દૃષ્ટિના રાગને પાપ કહ્યું છે. અંત૨માં ૨મત કરી રહેલ રાગને આપણે પકડી શકતાં નથી. આપણે રાગભાવને પોષતા હોઈએ છતાં આપણે ભ્રામક કે મિથ્યા ખ્યાલોમાં અટવાતા હોઈએ છીએ કે હું આ બધાંથી પર છું. મુક્ત છું, અને એમ લાગે છે કે હું વિશાળતાની - ઉદારતાની વાત કરું છું, પરંતુ ઊંડે ઊંડે આપણને મળેલી માન્યતાને, ગચ્છ કે સંપ્રદાયપ્રતિનો સુષુપ્ત મોહ મારા અંતરમાં કામ કરતો હોય છે.
કલિકાલસર્વજ્ઞ કહે છે આમાંથી મુક્ત થવું તો સાધુસંતો માટે પણ ખૂબ મુશ્કેલ કામ છે. આમાંથી મુક્ત તે જ બની શકે જેણે નયસાપેક્ષ એવી જ્ઞાનષ્ટિનો ઉઘાડ કરી લીધો હોય. જ્યાં દૃષ્ટિ પડે ત્યાં તેને સત્યનો અંશ દેખાતો હોય. જ્યાં સત્ય છે ત્યાં ત્યાં આકર્ષણ થવું જ જોઈએ.
જ્યાં વિવિધ માન્યતાનો સમન્વય છે ત્યાં જ ધર્મ જીવે છે. શાસ્ત્ર જીવે છે.
જ્ઞાનદૃષ્ટિનું અંજન કરવા માટે જ્ઞાનદૃષ્ટિનો ઉઘાડ કરવા માટે જ્ઞામનપંચમીની આરાધના કરવાની છે. જેમ જેમ સમ્યક્ત્તાનની આરાધના આપણે કરતાં જઈએ તેમ તેમ આપણું હૃદય ઉદાર અને વિશાળ બનતું જાય, વિશુદ્ધ બનતું જાય. બુદ્ધિની સાથે હૃદયની શુદ્ધિ ભેગી ભળી જાય. માત્ર બુદ્ધિ રવાડે ચડાવે, બુદ્ધિ સાથે શુદ્ધિ ભળે તેવી બુદ્ધિ જ કામની માત્ર બુદ્ધિ કોઈનું કલ્યાણ ન કરાવી શકે. માટે જ્ઞાનીઓએ સમ્યક્ત્તાનની આરાધના કરવાનું કહ્યું – જ્ઞાનપદની આરાધના સાથે સમ્યજ્ઞાન શબ્દ વાપર્યો છે. જ્ઞાન અને સમ્યકજ્ઞાનમાં ફરક છે.
જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના
૨૬