________________
ચિત્તમાં રાગદ્વેષના ભાવો જેના મંદ પડતાં જતાં હોય તેજ સાચો જ્ઞાની છે. રાગદ્વેષના ભાવોમાં હાનિ થતી હોય, તેવા ભાવો દુબળા પડતાં જતાં હોય તેજ ખરો જ્ઞાની છે. માત્ર થોથા વાંચવાથી જ્ઞાની બનાતું નથી માત્ર પલાંઠીવાળી આંખો મીંચીને બેસી જવાથી ધ્યાની બની જવાતું નથી સાચો જ્ઞાની કે ધ્યાની તે છે જેના રાગદ્વેષના ભાવો, ભલે સાવ મરી ગયા ન હોય, પણ મંદ જરૂર પડ્યાં હોય. જ્ઞાન ધ્યાન તો સાધન છે. સાધ્ય તો રાગદ્વેષની મંદતા છે. અહીં મૂળમાં શુદ્ધિની વાત કરી છે શુદ્ધિ વિનાની બુદ્ધિ કામની નથી. જ્ઞાનપંચમીની આરાધના વેળાએ પ્રભુને એ જ પ્રાર્થના કરવાની કે પ્રભુ આપે જેવો જ્ઞાનનો દિવ્યપ્રકાશ પ્રાપ્ત કર્યો, જ્ઞાનના પ્રકાશની સાથે જ આપે વીતરાગતાનો પ્રકાશ પણ પ્રાપ્ત કર્યો હતો, આવી જ શુદ્ધિપૂર્વકની બુદ્ધિ અને પ્રાપ્ત થાય તે માટે આપનાં ચરણોમાં આવ્યો છું. આજના દિને દિવ્યદૃષ્ટિનું અંજન કરે તેવા ગુરુ મળે તેવો લાભ પ્રાપ્ત થાય. જ્ઞાનપંચમીને લાભપાંચમ પણ કહે છે. સમ્યક જ્ઞાનનો લાભ પ્રાપ્ત થાય સગુરુનો યોગ મળે તેવો લાભ થાય. આ સતુશાસ્ત્રોનો યોગ મળે તેવી લાભ થાય, તેવી ભાવના ભાવવાની
' માત્ર પરમાત્માની પ્રાર્થના કરવા સાથે સાથે સતજ્ઞાનની અધિષ્ઠાતા દેવીની કૃપા પણ આપણા પર વરસી જાય આપણાં જ્ઞાન પ્રાપ્તિનાં પુરુષાર્થમાં ક્યાંય અવરોધો ન આવે, જ્ઞાન અને જ્ઞાનપ્રાપ્તિનો એ પુરુષાર્થ આપણા અંતરમાં અહંકાર ન જગાડી દે, આપણું જ્ઞાન સમ્યકજ્ઞાન બની રહે એટલા માટે એવી સમ્યક દૃષ્ટિને પ્રાપ્ત કરી ચૂકેલી તે શ્રુતની અધિષ્ઠાયિકા દેવી માતા સરસ્વતીની પણ કૃપા આપણા માટે આવશ્યક બની જાય છે. સરસ્વતીની સાધના આપણે બુદ્ધિની સાથે બુદ્ધિ પ્રાપ્ત કરવા માટે કરવાની છે, એ સમ્યક દૃષ્ટિ દેવી છે. ગણધરોએ રચેલ દ્વાદશાંગી એ અધિષ્ઠાતા દેવી શ્રુતદેવી છે. એ દેવીની મીઠી નજર આપણાં અંતરમાં જ્ઞાન - શ્રુતનો પ્રકાશ ફેલાવી દે. મા સરસ્વતી પાસે
| ૩ ||
જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના