________________
શ્રી લક્ષ્મી ભુવનપતિનિકાયના જ છે. સૂરિમંત્રમાં ઉપાસ્ય વાણી ત્રિભુવનસ્વામિની અને શ્રી દેવી એ તિગિચ્છદ્રહની ઘી, માનુષોત્તર પર્વતવાસિની ત્રિભુવનસ્વામિની અને પદ્મદ્રહની શ્રી દેવી જ હોવા સંભવ છે. આ ત્રણે ભુવનપતિના છે.
નૃત્ય - સંગીતની દેવી સરસ્વતી મયૂરવાહિની હોવા સંભવે છે. બુદ્ધિ તથા વિદ્વત્તા માટે ઉપાસ્યા સરસ્વતી હંસવાહિની ને કમલાસના હોવી જોઈએ.
ધી અને બુદ્ધિદેવીના પણ વાહન ભિન્ન હોઈ શકે જે મયૂર અને હંસ હોય. મને તો આ છ દ્રહો પણ ષટ્ચક્ર સાથે સંબંધ ધરાવતા હોય તેમ લાગે છે.
હવે શ્રુતદેવતાનું સ્વરૂપ વિચારીએ
આર્ય પરંપરામાં કોઈપણ દિવ્યશક્તિને દેવતા કહેવાની પરંપરા છે. વિવ્યતિ કૃતિ લેવા ચમકે તે દેવતા. પરમાત્માએ પ્રવચન દ્વારા વહેતો કરેલો દેદીપ્યમાન અનંત ઉર્જાપ્રવાહ તેજ સાસ્વત મહઃ કે શ્રુતદેવતા છે.
પરમાત્માના મુખમાંથી પ્રગટ થયેલ અક્ષરમાતૃકાના બીજભૂત પરાવાણી કે ભાષાવર્ગણાના દેદીપ્યમાન પૂંજનો અક્ષયસ્ત્રોત તે જ શ્રુતદેવતા છે. જે પરમાત્માના નિર્વાણ બાદ પણ નિર્વિષ્ણુ થતો નથી.
આજનું વિજ્ઞાન પણ માને છે કે કાંઈ પણ બોલાયેલું કે બનેલું લાંબાં કાળ સુધી ઇથરમાં સંગ્રહિત થાય છે. જો પાવરફૂલ ગ્રાહકયંત્રો બને તો હજારો વર્ષો પહેલાં બોલાયેલું કે બનેલી ઘટના એને એ જ રીતે પાછો શ્રાવ્ય અને દશ્ય કરી શકાય. રૂપ અને ભાષાના પુદ્ગલો લાંબો કાળ ટકે તો આ શક્ય બને.
તીર્થંકર નામકર્મના અચિંત્ય પ્રભાવથી આ શક્ય છે. પરમાત્માની બોલાયેલી વાણીનો જે જીવંત દિવ્યપ્રવાહ તે જ પ્રવચનદેવતા કે શ્રુતદેવતા છે. એ વાણીની જે ગુંથણી તે દ્વાદશાંગી છે. આ તીર્થંકરો પરમઋષિ શાનસાધના અને સરસ્વતી વંદના
૧૫