________________
છે. ઋષિ જે બોલે તે મંત્રરૂપ બની જાય. પૂરી દ્વાદશાંગી મંત્રરૂપ છે. આ મંત્રમાં છૂપાયેલી ઉર્જા તે દેવરૂપ છે. આ રીતે મંત્ર અને દિવ્યશક્તિની આપણે દ્વાદશાંગી તથા શ્રુતદેવતારૂપે આરાધના કરીએ છીએ.
હવે આ દ્વાદશાંગીની અધિષ્ઠાતા હોય તે પણ વ્યવહારથી મૃતદેવતા કે પ્રવચનદેવતા કહેવાય.
પ્રભુના પ્રવચનની - વાણીની જેણે ભવાન્તરમાં ઉત્કૃષ્ટ આરાધના કરી હોય તેવા વિરલ આત્મા જ વિશિષ્ટ શક્તિસંપન્ન શ્રુતદેવતા કે સરસ્વતીદેવી તરીકે ઉત્પન્ન થતા હોય છે. પરમાત્માના પરમ શક્તિસ્વરૂપમાં સારસ્વતમહા કે શ્રુતદેવતા કર્મક્ષયમાં અને શક્તિ જાગરણમાં નિમિત્ત બની શકે. તેમ તે – તે દેવી દેવતા ઔષધ આદિ પણ બની શકે છે.
કુવલયમાલામાં છેલ્લા પ્રસ્તાવમાં પાંચમા ભાવમાં પરમાત્માની પાંચ દેશના છે. તેમાં કોઈ જિજ્ઞાસુના પ્રશ્નના ઉત્તરમાં પરમાત્માએ દેવી-દેવતા-મંત્ર-યંત્ર તેમજ ઔષધ મણિ-રત્નગ્રહ વ.ને પણ કર્મના ઉદય ક્ષય ને ઉપશમમાં કારણભૂત બને તેમ સ્પષ્ટ કહ્યું છે.
કર્મ પૌલિક છે તેથી તેના બંધ-ઉદય-ક્ષય આદિમાં પૌદ્ગલિક ઉપાદાનો કારણભૂત બની શકે તે યુક્તિયુક્ત છે.
જેમ મંત્ર જપ દ્વારા સારસ્વત સિદ્ધિ મળે છે તેમ મંત્ર સિદ્ધિ તેલ ઔષધ દ્વારા પણ સારસ્વત સિદ્ધિ મળે છે એની પણ પરંપરા આજે ચાલુ છે.
ગ્રહણ સમયે રવિપુષ્ય કે ગુરુપુષ્ય સિદ્ધ કરેલા માલકાંગણીના તેલ દ્વારા કે કેશર અષ્ટગંધદ્વારા શિષ્યની જીભ ઉપર મંત્રબીજ આલેખન કરી શિષ્યની જડતા દૂર કરવામાં આવતી. મંત્રસિદ્ધ સારસ્વતચૂર્ણ અને માલકાંગણી જ્યોતિષમતી તેલના સેવનથી સેંકડો શિષ્યોને મહામેઘાવી બનાવવાના પ્રયોગો સંસ્કૃત પાઠશાળામાં થતાં. આ ચૂર્ણ મોટાભાગે દીપોત્સવીમાં સિદ્ધ થતું. ૧૯ ]
- જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના