________________
સર્વજ્ઞ સમકાલીન) મહાકવિ સોમેશ્વર વ. વિશ્વપ્રસિદ્ધ મહાપંડિત દેવબોધિનો વૃત્તાંત પ્રબંધોમાં મળે છે તે સાધકો માટે મહત્ત્વનું તથ્ય પ્રગટ કરે છે. પંડિત દેવબોધિ ગંગાના જળમાં નાભિ સુધી ઊંડે ઊભા રહી સરસ્વતીના ચિંતામણિ મંત્રની સાધના કરે છે ૧ (સવા) લાખનું પરચુરણ થતાં સારસ્વત વર મળે એવો આમ્નાયા હોવા છતાં ૨૧-૨૧ પરચુરણ સુધી એમને વર ન મળ્યો છેવટે ખિન્ન ઉદ્વિગ્ન થઈ એમણે જપમાળાને ગંગાના જળમાં ફેંકી દીધી. માળા, ગંગાના અગાધ જળમાં ડુબવાને બદલે આકાશમાં અદ્ધર સ્થિર થઈ ગઈ. પંડિતજી અચંબામાં પડ્યાં, એ આકાશવાણી કરીને કહ્યું મા વત્સ ! ખિન્ન ન થા. ભવાન્તરની ઘણી હત્યા તારી સિદ્ધિમાં અંતરાયભૂત હતી. એક એક પરચૂરણે એક - એક હત્યા ટળી. હવે તું ફેર એક પરચુરણ કર તને નિશ્ચિત વર મળશે. પુનઃ દેવબોધિએ પરચુરણ કર્યું અને સિદ્ધિ પ્રાપ્ત કરી.
સારસ્વત કે અન્ય બધી સાત્ત્વિક સાધનામાં આવા અનેક વ્યવધાનો જન્મ જન્માંતરથી આપણને નડતાં હોય છે. એ ટળે ત્યારે જ ઈષ્ટ સિદ્ધિ આપણને મળે.
જપાત્ સિદ્ધિ જપાત્ સિદ્ધિ પામતું સિદ્ધિને સંશય નાતો નાસ્તિ પતિનું જપતો નાસ્તિ પાતકામ્ ! સાત્ત્વિક સાધકે આ વાત ભૂલવી નહીં.
સર્વ માતૃકામથી ભગવતી સરસ્વતી નિખિલ બ્રહ્માંડેશ્વર અરિહંત પરમાત્માની જ પરમશક્તિ છે જે ઈહલોકમાં સર્વસિદ્ધિ આપી છેવટે પરમપદ આપે છે.
(પૂ. મુનિ ધુરંધર વિજયજીના લેખમાંથી સાભાર)
શાનથાપના અને સરસ્વતી વંદના
જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના
][]
. ૧૯