________________
૪. દેવી સરસવતી કુમારી કે વિષ્ણુની પત્ની?)
શ્રી હર્ષ નામના કવિએ ન્યાય ખંડનખંડઆદ્ય નામનું કાવ્ય લખ્યું, પરંતુ તે વખતની રાજ્યસભામાં તે કાવ્યને કોઈ ઉત્કૃષ્ટ ન્યાય આપી શક્યું નહિ ત્યારે કોઈએ તેને સલાહ આપી કે “તારે તારા કાવ્યનો ન્યાય મેળવવો હોય તો કાશ્મીરની સરસ્વતીજીના ખોળામાં મૂકી દે અને જો દેવીના ખોળામાં ત્રણ દિવસ સુધી તે પડ્યું રહે તો તારા કાવ્યને ઉત્કૃષ્ટ ગણવામાં આવે અને જો માતાજી ખોળામાંથી દૂર ફેંકી દેશે તો તારા કાવ્યને નાપાસ જાહેર કરવામાં આવશે.” કવિ હર્ષના આનંદનો પાર ન રહ્યો. તેને પોતાના કાવ્યને હવે ન્યાય મળશે તેવી આશા જાગી. ખૂમારી અને ઉત્સુકતાથી છલછલતો શ્રી હર્ષ કાશ્મીર, પહોંચી ગયો અને કાવ્ય, દેવીના ખોળામાં મૂકી દીધું. મંદિરના દ્વાર બંધ કરી દેવામાં આવ્યા. સખત ચોકી પહેરો મૂકવામાં આવ્યો, જ્યારે મંદિર ખોલવામાં આવ્યું ત્યારે પુસ્તક ખોળામાંથી દૂર ફેંકાઈ ગયું હતું. ત્યારબાદ અન્નપાણીનો ત્યાગ કરીને હર્ષ ત્યાં જ બેસી ગયો અને મા સરસ્વતીને આહ્વાન કરીને કહ્યું.
હે દેવી સરસ્વતી, મારા સર્જનમાં એવી કઈ રીતે ત્રુટિ રહી ગઈ છે કે તે મારા કાવ્યને ખોળામાંથી દૂર ફેંકી દીધું ?”
દેવી સરસ્વતીજીએ સ્વપ્નમાં આવીને કવિ હર્ષને કહ્યું : “તેં આ કાવ્યની અંદર મને કુમારિકાને વિષ્ણુની પત્ની રૂપે બતાવી છે, ( ૨૦ )[ ,
જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના