________________
અન્ય પણ આ. ભદ્રબાહુ આદિ મહર્ષિકૃત સારસ્વત મંત્રોમાં ક્યાંય
બીજ નથી.
ઓમપૂર્વક પંચપરમેષ્ટિ તથા સરસ્વતીનાં સ્વરૂપવાચક પદો દ્વારા જ મંત્રનિર્મિત થયાં છે. આ ઉપરથી એમ લાગે છે કે શબ્દબ્રહ્મના મૂળબીજ રૂપ ઓમકારમાંથી જ પ્રગટતી સરસ્વતીની પ્રાચીન પરંપરામાં ઉપાસના હશે. જૈન પરંપરાના વર્ધમાન વિદ્યા આદિ પ્રાચીન વિદ્યાઓમાં ઓમ સિવાય કોઈ બીજ નથી. ૐ એ નાદબ્રહ્મ સ્વરૂપ છે. નાદ બ્રહ્મ પરમાત્મા સ્વરૂપ છે, તેમાંથી જ અન્ય સર્વ બીજો પ્રગટ થાય છે.
વિક્રમની પાંચમી શતાબ્દી પછી બીજમંત્રોનો કાળ શરૂ થાય છે. આ બંને બીજો માત્ર સ્વરરૂપ છે. ઓમ પરમાત્માનું પ્રતીક છે તો એ વાક્ શક્તિનું પ્રતીક છે. માત્ર સ્વરથી બનેલા આ બંને બીજો જાણે પરમાત્મા અને પ્રકૃતિની જોડી છે. જેમાંથી સમગ્ર સૃષ્ટિનું સર્જન થયું. બ્રહ્મા સૃષ્ટિના કર્તા છે તો સરસ્વતી એની શક્તિ છે.
ભગવાન યુગાદિનાથે અક્ષરમાતૃકારૂપ સરસ્વતી પ્રગટ કરી પછી વિશ્વના સર્વ વ્યવહાર સર્જાયા. એ અર્થમાં એમને આપણે બ્રહ્મા સમજીએ.
અથવા બ્રહ્મા એટલે આત્મા, એની નાભિમાંથી ૐ નાદબ્રહ્મ ઉઠે છે. એમાંથી એ પ્રગટ થાય છે. પછી અક્ષરમાતૃકા અને સમગ્રશ્રુતનું સર્જન થાય છે અથવા આત્મા એ બ્રહ્મા છે, પરાવાણી એ જ સરસ્વતી છે જેમાંથી આત્માના વિકલ્પો પ્રગટે છે અને સંસારનું સર્જન થયા છે.
એ બીજ પછી ઉત્તરોત્તર તાંત્રિકકાળમાં નવાં નવાં બીજો જોડાતાં ગયાં અને વિવિધ સારસ્વત ઉપાસનાઓ ચાલતી થઈ. જેના પરિપાકરૂપે સરસ્વતીના અસંખ્ય નામ સેંકડો મંત્રો ને સ્વરૂપો આજે આપણને મળી રહ્યાં છે.
હવે આપણે મુખ્ય વિચાર કરીએ....
સરસ્વતી એ કોઈ દેવી છે ? કે આત્મશક્તિ છે ? કે કોઈ વિશિષ્ટ અલૌકિક શક્તિ છે ?
૧૦
જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના