________________
૩. સરસ્વતી ઉપાસના ભીતરનાં શક્તિકેન્દ્રોને ખોલે છે.
ॐ ऐं नमः श्री सद्गुरुचरणेभ्यो नमः
જગજ્જનની ભગવતી વાદેવી સરસ્વતીની ઉપાસના સૃષ્ટિના ઉપ:કાળથી થતી આવી છે.
યુગાદિકાળમાં એ બ્રાહ્મીના નામથી પ્રખ્યાત થઈ, ભગવાન યુગાદેવિદેવ ઋષભનાથની ગણના સૃષ્ટિના આદ્યકર્તા બ્રહ્મા તરીકે થાય છે. બ્રાહ્મી તેમની પુત્રી, પરમાત્માએ જમણા હાથે તેને લિપિ શીખવાડી અને અક્ષરમાતૃકોને લિપિ રૂપે જગતમાં પ્રગટ કરી એ લિપિ બ્રાહ્મીલિપિ કહેવાઇ અને બ્રાહ્મી, વાણીની દેવતા તરીકે પ્રસ્થાપિત થઈ.
જૈન આગમોમાં સહુથી પ્રાચીન ભગવતીસૂત્ર ગણાય છે. તેના પ્રારંભમાં મંગળ તરીકે નમો તંત્રીÇ જિઅિ નોંધાય છે. આ રીતે બ્રાહ્મી સરસ્વતીને નમસ્કાર કરવામાં આવ્યો છે.
પ્રસ્તુત ગ્રંથમાં નોંધાયેલ આગમિક મંત્ર પણ આવો જ છે ઃ
ॐ नमो हिरीए बंभीए भगवईए सिज्जउ मे बगवई महाविज्जा नै बंभी महाबंभी स्वाहा ।
શાનસાધના અને સરસ્વતી વંદના
૯