________________
૨૦૮ ]
[ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते જ્ઞા ઘરના વાર્થ, મૂત્રત્યાન | કી પુનઃ “વાવાળા’ શિષ્ટાચારઃ | તદુ"आगमसुआउ सुत्तेग सूइआ अस्थओ उ तिचउत्था । बदुजणमाइण्णं पुण जीअं उचियं ति एगळं II” વિ . તેન “રત્રમત' પાનુકૂદ વુિં કાતરથ સૂત્રામાપેક્ષત્થાત્, અર્થચ च सूत्रापेक्षत्वात् सूत्रस्य च स्वतन्त्रत्वादिति ॥५५।।
હવે આગમ આદિ વ્યવહાર સૂત્ર આદિ કેવા સ્વરૂપે છે એ જણાવે છે –
આગમ અને શ્રુત એ બે વ્યવહાર સૂત્રરૂપ છે. કારણ કે ચૌદ પૂર્વે વગેરે અને ક૯૫-વ્યવહાર વગેરે છેદ ગ્રંથ સૂત્ર સ્વરૂપ છે.
પ્રશ્ન :-આગમના પ્રત્યક્ષ આગમ અને પરોક્ષ આગમ એમ બે ભેદ છે. તેમાં પરોક્ષ આગમ (ચૌદપૂર્વ, દશપૂર્વ અને નવપૂર્વ) સૂત્ર સ્વરૂપ છે, પણ પ્રત્યક્ષ આગમ (કેવળજ્ઞાન, મન પર્યાવજ્ઞાન અને અવધિજ્ઞાન) એ સૂત્ર સ્વરૂપ કેવી રીતે ? ઉત્તર :- પ્રત્યક્ષ આગમ સૂત્રથી વિશેષ હોવાથી તેની પણ સૂત્રરૂપે વિવક્ષા કરી છે અથવા સૂત્રની વ્યાખ્યા આ પ્રમાણે છે :- પિતાને જે વ્યવહાર કરવાનું છે તેના અર્થને નિર્ણય કરવામાં અન્ય શબ્દ ઉપર આધાર ન રાખે તે સૂત્ર. પ્રત્યક્ષ આગમ=જ્ઞાન પિતાને જે વ્યવહાર કરવાનું છે તેના નિર્ણયમાં અન્ય શબ્દને આધાર રાખતું નથી. અર્થાત્ જાતે જ એને નિર્ણય કરે છે. (કેવળજ્ઞાની ભગવંત કેઈને પ્રાયશ્ચિત્ત આપે તે તેમને શબ્દરૂપ છેદાદિ ગ્રંથોની જરૂર પડતી નથી. સ્વજ્ઞાનથી જ આપે છે. એટલે સૂત્રની આ વ્યાખ્યા તેમાં =પ્રત્યક્ષ આગમમાં ઘટે છે. સૂત્રની આ વ્યાખ્યાથી પણ પ્રત્યક્ષ આગમ સૂત્ર સ્વરૂપ છે.) સૂત્રથી વિશેષ છે એથી કે સૂત્રની ઉક્ત વ્યાખ્યાથી એ બેમાંથી કોઈ પણ રીતે પ્રત્યક્ષ આગમ સૂત્ર સ્વરૂપ છે. આ બેમાંથી કઈ પણ એક રીતે પ્રત્યક્ષ આગમને સૂત્ર સ્વરૂપ માનવામાં કોઈ તફાવત ન હોવાથી દોષ નથી.
આજ્ઞા અને ધારણા અર્થ સ્વરૂપ છે. પ્રશ્ન – શિષ્ય અર્થોની ધારણા કરે છે એ દ્રષ્ટિએ ધારણું અર્થ સ્વરૂપ છે એ બરોબર છે. પણ આજ્ઞા તે શબ્દસ્વરૂપ હોવાથી અર્થ સ્વરૂપ કેમ કહેવાય ? ઉત્તર :- (સમૂત્રવા =) શબ્દ જેનું મૂળ છે તેવા શબ્દરૂપ છે. જે સૂત્રની–શબ્દની અપેક્ષા રાખે તે અર્થ. આજ્ઞામાં પરસ્પર એકબીજાના શબ્દોની -સત્રોની અપેક્ષા હેવાથી અર્થ સ્વરૂપ છે. જીત આચરણ શિષ્ટાચાર રૂ૫ છે. (વ્ય. પીઠિકા ભા. ગા ૯માં) કહ્યું છે કે-“સૂત્ર શબ્દથી આગમ અને શ્રુત એ બે વ્યવહારનું સૂચન કય છે. અર્થ શબ્દથી ત્રીજા-ચોથા વ્યવહારનું સૂચન કર્યું છે. છત ઘણું ગીતાર્થ જનોની આચરણ સ્વરૂપ છે. છત અને ઉચિત એ બન્ને શબ્દો એકાર્થક છે.” તેથી =આગમ વગેરે સૂત્રાદિ સ્વરૂપ હોવાથી) પશ્ચાનુપૂવથી ઉત્તરોત્તર બલવાન છે. કારણ કે જીત સૂત્ર અને અર્થ એ બંનેની અપેક્ષા રાખે છે. અથ સૂત્રની અપેક્ષા રાખે છે. સૂત્ર સ્વતંત્ર છે. (અર્થાત્ જીતથી ધારણા અને આજ્ઞા બલવાન છે, આજ્ઞા અને ધારણાથી આગમ બલવાન છે.) [૫૫]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org