Book Title: Gurutattvavinischay Part 1
Author(s): Yashovijay Upadhyay, Rajshekharsuri
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 410
________________ ક૭૦ જાય છે. જેમકે–દિક્ષામાં ચિત્ત અસ્વસ્થ બનવા છતાં દીક્ષાનો ત્યાગ ન કરે, પણ તેને આ અત્યાગ ત્યાગને એગ્ય છે. આથી જ દીક્ષા લીધા પછી જેઓ સંયમને નિર્વાહ ન કરી શકે તેમને સંવિજ્ઞપાક્ષિક બનવાને કે શ્રાવકાચાર સ્વીકારવાને ઉપદેશ છે. (૫) બ્રાન્તિ એટલે ભ્રમ. મનની નબળાઈને કારણે મેં આ ક્રિયા કરી કે નહિ? હું આ સૂત્ર બેલ્યો કે નહિ? એમ શંકા રહે. અથવા અમુક સૂત્ર બેલવા છતાં નથી બેલ્યો એમ ભ્રમ થાય. આવા ભ્રમથી સંસ્કાર પડતા નથી. સંસ્કારો પડ્યા વિનાની કિયા ન કરવા સમાન છે. એનાથી ઈષ્ટ ફલ મળતું નથી. એવી રીતે ઉપેક્ષાના-બેદરકારીના કારણે પણ જે આત્મામાં ક્રિયાના સંસ્કાર પડતા ન હોય તો તેનાથી પણ ઈષ્ટ ફળની પ્રાપ્તિ થતી નથી. (૬) અન્યમુદ્ એટલે વર્તમાનમાં કરાતી ક્રિયા સિવાય બીજી ક્રિયામાં અતિશય રાગ. આ દોષથી વર્તમાનમાં કરાતી ક્રિયામાં અનાદર ભાવ આવે છે. બીજી ક્રિયામાં રહેલ રાગ ચાલુ ક્રિયા ઉપરના રાગને ખેંચી લે છે. એથી ચાલુ ક્રિયામાં અનાદર ભાવ આવી જાય છે. ચાલુ ક્રિયામાં થયેલ અનાદર ભાવ મહાવિનનું અને બધા અનર્થોનું કારણ છે. કારણ કે ભગવાને કહેલ કે ઈપણ અનુષ્ઠાનમાં જરા પણ અનાદર દુરંત સંસારનું કારણ છે. પ્રશ્ન – ચાલુ ક્રિયામાં અનાદરથી નુકશાન થાય, પણ અન્ય ક્રિયામાં રાગથી લાભ થાય, આમ લાભ-નુકશાન સમાન છે. તે પછી અનાદરભાવ સર્વે અ નું કારણ છે એમ કેમ કહ્યું? ઉત્તર- ચાલુ ક્રિયામાં અનાદર ભાવ પૂર્વક અન્ય ક્રિયામાં થયેલ રાગથી પણ લાભ થતો નથી. આ અનાદરતા જે ક્રિયામાં રાગ છે, તે ક્રિય માટે અંગારાની વૃષ્ટિ સમાન છે. જેમ ખેતરમાં પાક થવાની તૈયારીમાં હોય અને અંગારાની વૃષ્ટિ થાય તે પાક બળી જાય, તેમ આ અનાદર પણ અન્ય ક્રિયાના જેના ઉપર રાગ છે તે ક્રિયાના) ફળને બાળી નાખે છે. આ રીતે અન્ય ક્રિયામાં રાગ અકાલરાગ=અસમયસરનો રાગ છે. અકાલરાગ ફલનો ઘાતક બને છે. જેમકે રવાધ્યાય ઉપર અતિશય રાગ હોય તે ચેત્યવંદન કરે ત્યારે તેને ઉપર આદરભાવ ન હોય, ચિત્તવૃત્તિ સ્વાધ્યાયમાં આસક્ત હોવાથી ચિત્યવંદનક્રિયામાં ઉપયોગ ન રહે. શાસ્ત્રોક્ત કોઈપણ અનુષ્ઠાનમાં એવો કોઈ ભેદ નથી કે એક ઉપર આદર કરવો અને એક ઉપર અનાદર કરવો. તે તે કાલે બધાં અનુષ્ઠાને આદરણીય છે. (૭) રેગ એટલે શારીરિક પીડા, અથવા ચિત્તભંગ–ગાંડણ વગેરે. શારીરિક પીડાના કારણે પીડામાં ચિત્ત જાય તે ક્રિયામાં ચિત્ત ચુંટે નહી, તેથી ક્રિયા કરવા છતાં તેનાથી ફળ મળે નહિ, એટલે ક્રિયા કરવા છતાં ન કરવા સમાન છે. ગાંડપણ વગેરેથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 408 409 410 411 412 413 414 415 416