Book Title: Gurutattvavinischay Part 1
Author(s): Yashovijay Upadhyay, Rajshekharsuri
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 409
________________ પરિશિષ્ટ-૧. ખેદ વગેરે આઠ દેશે બેદ, ઉદ્વેગ, શેપ, ઉસ્થાન, બ્રાતિ, અન્યમુદ, રોગ અને આસંગ એ આઠ ક્રિયાના દે છે. તેનો અર્થ વગેરે આ પ્રમાણે છે (૧) ખેદ એટલે થાક. રસ્તામાં ચાલીને થાકેલો માણસ જેમ ચાલવા ઉત્સાહિત ન બને, તેમ બેદથી ક્રિયામાં પ્રવૃત્તિ ન થાય. પૂર્વે કઈ ક્રિયા કરી હોય તેથી થાક લાગવાના કારણે બીજી ક્રિયામાં પ્રવૃત્તિ કરવાનું મન ન થાય. જેમકે-વિહાર કરીને થાકી જવાથી સ્વાધ્યાય કરવાનું મન ન થાય, પ્રતિકમણાદિ કરવાને ઉત્સાહ ન રહે, જલદી જલદી કરવાની ઇરછા રહે. ખેદના કારણે ક્રિયામાં સ્થિરતા ન રહેવાથી જ્યારે કિયા પૂરી થાય એમ થયા કરે છે. એથી ક્રિયામાં ચિત્તની એકાગ્રતા આવતી નથી. ક્રિયામાં ચિત્તની એકાગ્રતાની પ્રધાનતા છે. જેમ ધાન્ય ઉગવામાં પાણી અનિવાર્ય છે, તેમ ક્રિયાનું ફળ મેળવવા ક્રિયામાં ચિત્તની એકાગ્રતા અનિવાર્ય છે. પાણી વિના ધાન્ય ઉગે નહિ, તેમ ચિત્તની એકાગ્રતા વિના કિયાનું ફળ મળે નહિ, () ઉદવેગ એટલે આળસ. કાયિક શ્રમ ન હોવા છતાં ક્રિયામાં ઘણું કષ્ટ છે વગેરે ખોટા વિચારેના કારણે ક્રિયા કરવાનો ઉત્સાહ ન જાગે. ક્રિયા કરે, પણ રાજ્યની નોકરીની જેમ વેઠ ઉતારવાની જેમ કરે. અહીં ધર્મક્રિયાઓ ઉપર અરુચિ રહેલ છે, નહિ તે છતી શક્તિ એ ક્રિયા કરવાને ઉત્સાહ કેમ ન આવે ? ઉગ–અરુચિના કારણે ભવાંતરમાં ધર્મક્રિયાઓ દુર્લભ બને. (૩) ક્ષેપ એટલે ચિત્તની અસ્થિરતા, ક્રિયા ચાલતી હોય ત્યારે વચ્ચે વચ્ચે ચિત્ત બીજે ચાલ્યું જાય, આનાથી ઈફલની પ્રાપ્તિ થતી નથી. જેમ ડાંગર એક સ્થળેથી બીજા સ્થળે, બીજા સ્થળેથી બીજા સ્થળે એમ વારંવાર જુદા જુદા સ્થળે રોપવામાં આવે તે તેનું ફળ મળે નહિ, તેમ ક્રિયાઓમાં પ દોષથી ક્રિયાનું ઇષ્ટ ફળ મળે નહિ. (૪) ઉત્થાન એટલે ચિત્તની અસ્વસ્થતા. ચિત્ત અસ્વસ્થ બની જતાં ક્રિયામાં કંટાળો આવે, ક્રિયા ભારરૂપ લાગે છે. પરિણામે સમય જતાં ક્રિયાને ત્યાગ થાય છે. કાચ લે કાપવાદ આદિના કારણે ક્રિયાનો ત્યાગ ન કરે તે પણ એ અત્યાગ ત્યાગને ગ્ય છે. ભાવાર્થ – કેઈ સાધક કોઈ કારણથી ચિત્ત અસ્વસ્થ બનવા છતાં પોતે જે સાધના કરી રહ્યો છે તે ઉપાદેય લાગવાથી તેને ત્યાગ ન કરે પણ તેને એ અત્યાગ ચિત્તની અસ્વસ્થતાના કારણે ઘણી ખલનાઓ થવાથી તત્વષ્ટિએ ત્યાગ કરવા એગ્ય બની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 407 408 409 410 411 412 413 414 415 416