Book Title: Gujaratnu Prakritik ane Vyapari Bhugol Vigyan
Author(s): Bhogilal Girdharlal Mehta
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 7
________________ રાષ્ટ્રીય ભૂળની અવગણના ભૂગોળશિક્ષણની બીજી મોટી ખામી એ છે કે દુનીયાના અન્ય ખંડેની ભૂગોળ વિગતવાર શિખવવામાં આવે છે, ત્યારે હિન્દની ભૂગોળ વિષે માત્ર ઉપરચેટીયું જ્ઞાન આપવામાં આવે છે. તેનું પરિણામ એ આવે છે કે આખી પૃથ્વી વિષે માહીતી ધરાવતો વિદ્યાથી પિતાના જ દેશ વિષે ઘણું ઓછું જાણે છે. યુરેપના સ્વી—લડમાં કુદરતી સૌન્દર્ય ઘણું છે, ઈગ્લાંડનું ન્યુકેસલ લેખંડના ઉદ્યોગ માટે પ્રખ્યાત છે, સ્કોટલાંડના લોકો સૈનિક તરીકે પ્રસિદ્ધ છે, વગેરે માહિતી જાણનાર વિદ્યાથીને ઘણી વાર એટલું જ્ઞાન નથી હતું કે હિન્દુસ્તાનમાં કાશમીર કુદરતી સૌન્દર્યનું ધામ છે, જમશેદપુર લોખંડના ઉદ્યોગનું મથક છે, અને ગુરખા લેકો બહાદુર સૈનિક તરીકે જાણીતા છે. ભૂગોળશિક્ષણમાં આથી હિન્દુસ્તાનને પ્રાધાન્ય મળવાની ખાસ જરૂર છે. યુરોપ જેવડા વિસ્તારવાળા ભરતખંડના વિવિધ પ્રાંતે યુરેપના સ્વતંત્ર દેશો જેટલો છે. હિન્દુસ્તાનની "વિગતવાર ભૂગોળ લખાય છે તેમાંથી ઘણું જાણવાનું મળે તેમ છે. દરેક પ્રાંતમાં કે કે કુદરતી સમૃદ્ધિઓ આવેલી છે; કાશ્મીરમાં અજબ કુદરતી રમણીયતા છે; બંગાળામાં રસાળ ભૂમિ અને માફકસર આહવા છે; મહારાષ્ટ્રમાં મોટે ભાગે ગગનચુમ્બી પહાડે આવેલા છે; સિંધ અને રજપૂતાનામાં રણ છે; પણ ગુજરાતમાં દરેક પ્રકારની પ્રાકૃતિક પરિસ્થિતિ ઉપરાંત તેને વ્યાપારી પ્રદેશ બનાવનાર સમુદકિનારે છે. આથી જેટલી હિન્દના ભૂગોળશિક્ષણની જરૂર છે, તેટલી જરૂર તેના દરેક પ્રાંતના ભૂગોળશિક્ષણની પણ છે. રાષ્ટ્રીય ભૂગોળના પુસ્તકની આવશ્યકતા . ભૂગોળના વિષયમાં શિક્ષકો અને શિષ્ય બને રસ પડે તેવા પુસ્તકોની હાલ મેટી ખોટ છે. એકલા હિન્દુસ્તાનની ભૂગોળ હજુ વિરતારેજૂર્વક લખાવામાં આવી નથી. પૃથ્વીની ભૂગોળના પુસ્તકમાં હિન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 252