Book Title: Gujaratnu Prakritik ane Vyapari Bhugol Vigyan Author(s): Bhogilal Girdharlal Mehta Publisher: Farbas Gujarati Sabha View full book textPage 5
________________ આ સંબંધી ઘણુ પત્રવ્યવહાર પછી બે લેખકોએ પોતે મારે લીધેલું કામ છોડી દીધું છે; અને બાકીની યોજના વ્યવહારમાં ઉતારાઈ છે. અત્યાર સુધીમાં પૃથ્વીને ઇતિહાસ, ગુજરાતનાં હવામાન અને આબોહવા તથા જીવન અને ઉકાન્તિ,” એ ત્રણું પુસ્તકો તેના લેખકોના સહકારથી પ્રાટ થયાં છે. આ પ્રકારનું શાસ્ત્રીય સંશોધન તેમજ વૈજ્ઞાનિક સિદ્ધાન્તોનું નિરૂપણ કરનારું આ ચોથું પુસ્તક છે, જે કે એક રીતે તેને છ ગણવું ઘટે છેઃ કારણ કે ૧૯૨૪ માં વિજ્ઞાન વિષયી સાહિત્યના પ્રસાર અર્થે સભાના તે વેળાના પ્રમુખ શ્રી ન્યાયમૂતિ મી. એફ. સી. બીમન, આઈ. સી. એસ. ના પ્રમુખ થયેલા ઠરાવ અનુસાર બે વિજ્ઞાનવિષયી પુસ્તકે સભાના પૂરા આશ્રયથી પ્રકટ થયેલાં છે. પ્રસ્તુત પુસ્તક “ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન” અત્રની બાટલીબોય કેમ કેલેજના પ્રો. રા. રા. ભેગીલાલ ગિરધરલાલ મહેતા, એમ. કોમે. ઘણુ શ્રમપૂર્વક તૈયાર કર્યું છે, અને મુંબઈ યુનીવસટીએ, પોતાના ૧૯૩૩ ના “શ્રી નારાયણ મહાદેવ પરમાનંદ પારિતોષિક” વાળા “ગુજરાતનો વ્યાપાર અને વ્યવહાર ”—એ નિબંધને આ પુસ્તકમાં સામેલ કરવા દેવાની પરવાનગી આપી છે, તે માટે એ બન્નેને અહીં સભા તરફથી આ તકે આભાર માન ધટે છે. પુસ્તકો, લેખે અને વ્યાખ્યાને દ્વારા ગુજરાતી ભાષામાં વૈજ્ઞાનિક સાહિત્યની અભિવૃદ્ધિ સાધવા માટે શ્રી ફાર્બસ ગુજરાતી સભા વિનાનનિષ્ણાત વિદ્વાનોના વધુ સહકારની આશા રાખે છે. વિજ્ઞાનવિષયી સાહિત્ય સચિત્ર હોય એ અભિમત હાઈને ઉપયોગ નકશાઓ અને આ આકૃતિઓ પુસ્તકમાં દાખલ કરેલાં છે. આવાં પુસ્તકને સતરતાથી પ્રસાર થાય, એ વિચારવા યોગ્ય અને પુસ્તકને પ્રસિદ્ધિખર્ચ ભારે થયે હોવા છતાં તેની કિંમત ૦–૧૨–૦ જ રાખેલી છે. આશા છે કે ગુજરાતી વાંચકવર્ગ સભાના આ હદેરાને સકારશે. બુધવાર, તા ૧૭-૩-૧૭ નિવેદક 2૬૫. શ્રી ફાર્બસ ગુજરાતી સભા અંબાલાલ . જાની મનિરઃ મુંબઇ . ૪. સહાયક મંત્રી, શ્રી ફા. ગુ. સભા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 252