________________
૩૪
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
सोऽनेकान्तो यस्माल्लिङ्गैः समं न दृष्टपूर्वोऽपि । ग्रहलिङ्गदर्शनाद्, ग्रहो ऽनुमेयः शरीरे ॥ )
ગણધરવાદ
ગાથાર્થ - વળી હે ઈન્દ્રભૂતિ ! તમે એમ માનો છો કે જેમ સસલાની સાથે શ્રૃંગ પૂર્વે ક્યાંય ક્યારેય જોયાં નથી. તેથી તેનું અનુમાન થતું નથી. તેની જેમ લિંગી એવો આત્મા પણ કોઈ લિંગોની સાથે પૂર્વકાલમાં પ્રત્યક્ષ ગ્રહણ કરેલો નથી તેથી તે આત્મા પણ અનુમેય નથી. પરંતુ તારી આ વાત અનૈકાન્તિક છે, વ્યભિચારી છે કારણ કે લિંગોની સાથે ગ્રહ (ભૂત-પિશાચાદિ) ક્યાંય પૂર્વકાલમાં જોયું નથી. તો પણ હસન-રુદન આદિ ગ્રહનાં લિંગો દેખાવાથી તે તે શરીરમાં ગ્રહનું (ભૂત-પિશાચનું) અનુમાન થાય જ છે.
૧૫૬૫-૧૫૬૬।।
વિવેચન - વળી હે ઈન્દ્રભૂતિ ! તમારા મનમાં આવી શંકા વર્તે છે કે મહાનસ આદિમાં ધૂમ અને વહ્નિનો અવિનાભાવસંબંધ પૂર્વકાલમાં સાક્ષાત્ નજરે જોયેલો છે. તો જ તેના અનુસ્મરણથી પર્વતાદિ સ્થાનોમાં ધૂમ દેખાવાથી વહ્નિનું અનુમાન થાય છે. જે લિંગ અને લિંગીનો અવિનાભાવસંબંધ પૂર્વકાલમાં સાક્ષાત્ નજરે જોયો હોતો નથી તેનું અનુમાન થતું નથી. જેમ સસલાની સાથે શૃંગ પ્રત્યક્ષપણે પૂર્વે ક્યાંય જોયાં જ નથી. તેથી સસલાને દેખીને શૃંગનું અનુમાન થતું નથી. તેમ કોઈપણ લિંગો સાથે અવિનાભાવસંબંધવાળો લિંગી એવો જીવ પૂર્વકાલમાં ક્યાંય પણ, કોઈના પણ વડે, સાક્ષાત્ નજરે જોવાયો નથી. તેથી પૂર્વકાલમાં લિંગ-લિંગીના સંબંધનું પ્રત્યક્ષગ્રહણ થયેલ ન હોવાથી કોઈપણ લિંગ વડે લિંગી એવા જીવનું અનુમાન કરી શકાય નહીં. જેનો સંબંધ પૂર્વકાલમાં જોયો હોય તેનું જ અનુમાન થાય. આ વાત ગાથા ૧૫૫૧ માં શંકારૂપે પહેલાં કરેલી છે.
હે ઈન્દ્રભૂતિ ! તમારા મનમાં આવી જે શંકા વર્તે છે. ત્યાં હું તમને જે ઉત્તર આપું છું તે સાવધાન થઈને સાંભળો. તમારી વાત અનૈકાન્તિક છે. અર્થાત્ વ્યભિચારવાળી છે. એટલે કે મહાનસાદિમાં ધૂમ-વહ્નિનો અવિનાભાવ સંબંધ પૂર્વકાલમાં જોયો હોય છે. તેથી પર્વતમાં ધૂમ દેખાવાથી વહ્નિનું અનુમાન થાય છે આ વાત બરાબર છે. પરંતુ સર્વસ્થાને પૂર્વકાલમાં સંબંધ નજરોનજર સાક્ષાત્ જોયેલો હોય તો જ અનુમાન થાય, આવો સંબંધ સાક્ષાત્ નજરોનજર જોયેલો ન હોય તો અનુમાન ન થાય આવો નિયમ નથી. કારણ કે જેનો આવા પ્રકારનો અવિનાભાવ સંબંધ પૂર્વકાલમાં જોયો નથી હોતો, છતાં પણ તેનું અનુમાન થાય છે.
કોઈના શરીરમાં જ્યારે ગ્રહ (ભૂતાદિ) આવે છે ત્યારે અનુચિત હસવા-રડવાના