Book Title: Dvadasharam Naychakram Part 3 Tika
Author(s): Mallavadi Kshamashraman, Sighsuri, Jambuvijay
Publisher: Atmanand Jain Sabha
View full book text
________________
આ બધી સામગ્રી મેળવવામાં અને વિહારમાં સાથે ફેરવવામાં મારા પરમપૂજ્ય પિતાશ્રી અને ગુરુદેવ મુનિરાજ શ્રીભુવનવિજયજી મહારાજે મન-વચન-કાયાને અપાર ભેગ આપે છે. આ રીતે અનેકના પરિશ્રમથી સિદ્ધ થયેલું આ કાર્ય છે.
વાદી ત્રીજે રે તકનિપુણ ભ, મલવાદી પરે જેહ, રાજદ્વારે રે કમળા વરે, ગાજતો છમ મેહ,
ધન્ય ધન્ય શાસનમંડન મુનિવર આ રીતે પૂ. ઉપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે જેમને વાદી પ્રભાવક તરીકે ઉલ્લેખ કર્યો છે તે આચાર્ય શ્રી મલવાદિ ક્ષમાશ્રમણે આ ગ્રંથની રચના કરી હતી. વીર નિર્વાણ સંવત્ ૮૮૪ (વિક્રમ સંવત્ ૧૪)માં તેઓ વિદ્યમાન હતા એમ પ્રભાવકચરિત્રમાં વિજયસિંહસૂરિપ્રબંધમાં આવતા નીચે જણાવેલ ઉલેખ ઉપરથી જણાય છે–
श्री वीरवत्सरादथ शताष्टके चतुरशीतिसंयुक्ते ।
जिग्ये स मल्लवादी बौद्धास्तद्वयन्तरांश्चापि ॥ ८१ ॥ નયચક્રની રચનાને સમય વિચારતાં બૌદ્ધન્યાયના પિતા (Father of the Buddhist Logic) ગણાતા બૌદ્ધાચાર્ય દિન્નાગના સમયને લક્ષમાં લેવો જ જોઈએ. કારણ કે દિનાગના મતનું વિસ્તારથી ખંડન નયચકના પહેલા તથા આઠમા અરમાં છે. દેશ-વિદેશના વિદ્વાનેએ દિનાગનો સમય ઈસ્વીસન ૪૮૦ થી ૫૪૦ (વિક્રમસંવત્ ૧૩૬ થી ૫૯૯)માં સંભવિત કર્યો છે. પરંતુ આવી સંભાવનાઓમાં સો – બસો વર્ષને ફેરફાર હે એ ઘણીવાર બહ જ સ્વભાવિક હોય છે. ઉદાહરણ તરીકે પ્રસિદ્ધ બૌદ્ધ તાકિક આચાર્ય ધમકીતિન સમય અત્યાર સુધી દેશ - વિદેશના વિદ્વાનોએ ઈસવીસન ૬૦૦ થી ૬૬૦ (વિક્રમ સંવત ૬૫૬ થી ૭૧૬) માન્યો છે. પરંતુ ડેન્માર્કની કેપેનહેગન યુનિવર્સિટીના પ્રોફેસર ક્રિશ્ચિયન લિન્ડરે હમણાં જ એક મહત્ત્વની શોધ કરી છે કે ધમકીતિને સમય ઈસવીસન ૫૩૦ (વિક્રમ સંવત ૧૮૬) થી જ ગણવો જોઈએ. જુઓ Prof. Christian Lindtner (University of Copenhagen, Denmark, Europe) નો હંગેરીના બુડાપેસ્ટથી પ્રગટ થતા Acta Orientalia 41 (1980) Hungary, Budapest Higual Apropos Dharmakirti-Two New Works and a New Date લેખ. આ લેખમાં તેમણે ઘણું ઘણું ચર્ચા વિચારણા કરી છે તથા અત્યંત નક્કર પ્રમાણે આપેલાં છે.
ધમકીતિ બૌદ્ધ દાર્શનિક વિચારધારા અને પરંપરામાં અત્યંત મહત્ત્વનું સ્થાન ધરાવે છે. એટલે લગભગ દરેક દર્શનના ગ્રંથકારેએ બૌદ્ધચાયં ધમકીતિના પ્રમાણુવાતિક, પ્રમાણવિનિશ્ચય, હેતુ બિન્દુ, ન્યાયબિન્દુ, વાદન્યાય, સંબંધ પરીક્ષા, સંતાનાન્તરસિદ્ધિ આદિ ગ્રથને ખંડન-મંડન માટે ઉપયોગ કર્યો છે તેથી તે તે ગ્રંથકારોના સમય નિર્ણયમાં ધમકીર્તિના સમયને ખૂબ ઉપયોગ કરવામાં આવે છે. ધમકીર્તિના સમયમાં ફેરફાર થવાથી ઘણુ ગ્રંથકારોના સમય નિર્ણયમાં એની અસર પડશે અને પુનર્વિચારણા કરવી જ પડશે.
આ ધમકીતિએ દિનાગના ગ્રંથને આધાર તરીકે રાખીને પિતાના ગ્રંથો રચેલા છે. નયચક્રમાં તથા સિંહસૂરિગણિક્ષમાશ્રમણવિરચિત નયચક્રટીકામાં ધમકીતિના કેઈપણ ગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org