Book Title: Dvadasharam Naychakram Part 3 Tika
Author(s): Mallavadi Kshamashraman, Sighsuri, Jambuvijay
Publisher: Atmanand Jain Sabha
View full book text
________________
અરની ટીકાના અંતમાં કેઈક વાચકે કે લેખકે મૃતદેવતાની આ સ્તુતિ બીજા અરની સમાપ્તિમાં મંગળ રૂપે લખી હોય અને આગળ જતાં ટેકાના ભાગરૂપે આ ગાથા બની ગઈ હોય એમ અમને લાગે છે.
પ્રથમના આઠ અરે પિકી તે તે અરનો વિષય પ્રથમ વિભાગમાં તથા દ્વિતીય વિભાગમાં પ્રસ્તાવનામાં અમે જણાવેલ છે. આ ત્રીજા વિભાગમાં આવતે વિષય હવે જોઈએ. આ ત્રીજા વિભાગમાં નવમે, દશમ, અગિયારમો તથા બારમો અર, દ્વાદશારાન્તર, તથા નયચક્રતુંબ આટલાં પ્રકરણે છે. - નવ નિયમ અર છે. આ નયના મત પ્રમાણે સામાન્ય-વિશેષ આદિ બધી રીતે વસ્તુ અવક્તવ્ય છે. શબ્દનોને આશ્રય લઈને આ અરમાં ચર્ચા કરવામાં આવી છે. આ નય શબ્દનયના જ એક દેશરૂપ છે.
દશમો નિયમવિધિ અર છે. એકાન્ત અવક્તવ્યવાદને નિરાસ કરીને તેમજ અવયવઅવયવિ, ધમ-ધમિ આદિને પણ નિરાસ કરીને માત્ર ભાવરૂપ-વિશેષરૂપ પદાથ માનવા તરફ આ નયનું વલણ છે. આ નય સમભિરૂઢ નયના ગુણસમભિરૂઢ નામના ભેદમાં અંતશ્ત થાય છે. આ નયમાં ઝ૦ ૭૮૭માં શિરત સાર્થક . તથા નાણાકિvadી... આ લેકે જોવામાં આવે છે. આ શ્લોકે કયા ગ્રંથના છે એ ચેકસ સમજાતું નથી, પણ કઈક બૌદ્ધગ્રંથના હોય તેમ લાગે છે.
અગિયારમે નિયમોભય અર છે. આ નય ક્ષણિક પદાર્થોને જ માને છે. આને સમાવેશ એવંભૂત નયના એક પ્રકારરૂપ ઉપૌવંભૂત નયમાં થાય છે. આ નયમાં જે ચર્ચા છે તે મુખ્યતયા બૌદ્ધદર્શનના કેઈક ગ્રંથને આધારે છે. એ ગ્રંથ પણ દિનાગવિરચિત જ હોવો જોઈએ એવી અમારી સંભાવના છે. - બારમો નિયમનિયમ અર છે. આમાં ક્ષણિક પદાર્થોનું પણ ખંડન કરીને શૂન્યવાદની સ્થાપના કરવામાં આવી છે. શુન્યવાદની સિદ્ધિ માટે જે જે દલીલે વિગ્રહવ્યાવતની વગેરે બૌદ્ધગ્રંથોમાં તથા વિશેષાવશ્યકભાષ્યની ગાથાઓમાં (ગા. ૧૬૯૨ થી ૧૬૯૬) તથા તેની મલધારિહેમચંદ્રસૂરિ વિરચિત ટકામાં કરવામાં આવી છે તે દલીલ ૧નયચક્રમાં પણ કરવામાં આવી છે. પરંતુ આ શૂન્યવાદમાં અર્થશૂન્યતા–બાહ્યાચંશૂન્યતા-બાહ્યાલંબનશૂન્યતા જ ખાસ સમજવાની છે. તેથી આ શૂન્યવાદ ખરેખર તે વિજ્ઞાનવાદને જ પ્રકાર છે એમ બારમા અરમાં અનેકવાર આવતા ઉલ્લેખથી સિદ્ધ થાય છે. જુઓ પૃ૦ ૮૪૪, ૮૫૨, ૮૫૪. ટીકામાં બારમા અરમાં (પૃ. ૮૫૨) ઉદધૃત કરેલ એક શ્લોક બૌદ્ધાચાર્ય દિનાગવિરચિત આલંબનપરીક્ષાને છે. બીજો (પૃ. ૮૫૧માં) ઉધૂત કરેલ વાકયપદીયનો છે. ત્રીજો (પૃ. ૮૨૬માં) ઉદધૃત કરેલ જથાર નઢવા દ્રો ક કેઈક બૌદ્ધ ગ્રંથમાંથી ઉદધૃત કરેલ લાગે છે.
૧ જુઓ પૃ• ૮૨૭–૮૨૮-૮૨૯માં મૂળ, ટીકા તથા ટિપ્પણી.
૨ અહીં યથાવનકાપ એવો પાઠ છપાયો છે, પણ તે અશુદ્ધ સમજો. વથા નટરાવી એ પાઠ જ શુદ્ધ છે. જૈન (તથા બૌદ્ધ) માં નવોઢ૬ વારોઃ એ પાઠ ઘણે સ્થળે આવે છે. ત્યાં જે નર નામના ઘાસની વાત છે તે જ આ ન સમજવાનું છે. ૪ તથા ૨ની એકતા ઘણીવાર સંસ્કૃત ગ્રંથમાં આવે છે.
Jairi Education Internationa
For Private & Personal Use Only
www.jainelibrary.org