Book Title: Dvadasharam Naychakram Part 3 Tika
Author(s): Mallavadi Kshamashraman, Sighsuri, Jambuvijay
Publisher: Atmanand Jain Sabha
View full book text
________________
કે જેથી નયચકના આઠમા અને અત્યંત વ્યવસ્થિત અને વિશદ રીતે સમજી શકાય. તે માટે ઘણી ઘણું સામગ્રી પણ એકઠી કરી રાખી હતી. ખરેખર તે આ ત્રીજો વિભાગ પાંચેક વર્ષ પૂ છપાઈ ગયો હતો, પરંતુ ભેટ પરિશિષ્ટ આપવાની ભાવનાથી જ આના પ્રકાશનમાં આજ સુધી વિલંબ કર્યો હતો. પરંતુ ટિબેટન (ભેટ) ઉપરથી સંસ્કૃત કરવાનું કામ ઘણું કઠિન હેય છે. ખાસ કરીને કેટલાંક સ્થાને ખૂબ મૂઢ (Knoty Points) હોય છે તેથી તેમાં ઘણે સમય લાગે તેમ છે, અત્યારે આગમ આદિ અનેક ગ્રંથના સંશોધન-સંપાદનની પ્રવૃત્તિ સતત ચાલુ છે. ભેટ પરિશિષ્ટનું કેટલુંક કાર્ય કર્યું પણ છે. પરંતુ તે પૂર્ણ કરવામાં હજુ ઘણે સમય લાગી જશે એમ સમજીને આ ભાગ સત્વરે પ્રકાશિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યા છે. જો કે જરૂર પુરતે પ્રમાણસમુચ્ચય, તેની પજ્ઞ વૃત્તિ તથા તેના ઉપર જિનેન્દ્રબુદ્ધિવિરચિત વિશાલામલવતી ટીકાને કેટલેક ભાગ તે ટિબેટન (ભેટ) ઉપરથી સંસ્કૃતમાં કરીને બીજા વિભાગમાં તે તે 1 સ્થળેએ અમે ટિપ્પણોમાં આપેલું છે જ. તથા મૂળમાં, તથા ટીકામાં પણ સંસ્કૃત ભાષામાં જ દિક્નાગના ગ્રંથના કેટલાયે અંશે સચવાયેલા છે.
રથના ચકમાં જેમ ફરતા અર તથા મધ્યમાં નાભિ (તુંબ) હોય છે તેમ નયચક્રમાં બાર અર તથા નાભિ છે. એક એક અરમાં ભિન્ન ભિન્ન નય રૂપી ભિન્ન ભિન્ન વિચારધારાઓ છે. આ વિચારધારાઓ જુદાં જુદાં ભારતીય દશામાં જોવા મળે છે. એટલે નયચક્રમાં નિયનિરૂપણ દ્વારા ખરેખર ભિન્ન ભિન્ન દશનનાં મંતવ્યોનું વર્ણન આપણને જેવા મળે છે. રચના એવા પ્રકારની છે કે એક નય પિતાને વિચાર રજુ કરે છે તે પછી તરત બીજે નય આવે છે. રથના દરેક અરેમાં પરસ્પર જેમ અંતર હોય છે તેમ નયચકમાં પણ એક અર અને બીજા અર વચ્ચે જે અંતર હોય છે તે પહેલાં દર્શાવવામાં આવે છે, અર્થાત્ પછીને નર્યા પહેલા નયમાં (અનંતર પૂર્વનયમાં) દેશે બતાવીને તેનું ખંડન જ પહેલાં શરૂ કરે છે, પછી પિતાના મંતવ્યની સ્થાપના કરે છે. જૈન શાસ્ત્રોમાં વર્ણવેલા સાત ન પૈકી ક્યા કયા નયમાં તે તે વિચારધારાનો સમાવેશ થાય છે તેનો ઉલ્લેખ છે તે નયને અંતે આ૦ શ્રી મલવાદીએ કર્યો છે. તેમજ જિનવાણી સર્વનયાત્મક હોવાથી જિનાગમના ક્યા વાક્ય સાથે તે તે તેને સંબંધ છે, એ વાત પણ આ૦શ્રી મલવાદીએ તે તે નયના અંતમાં જણાવી છે. - આ વારવાર ના પૂર્વે સાતસે અરવાળું સત્તરાતા નવા શાસ્ત્ર હતું. જૈન શાસ્ત્રોમાં વર્ણવેલા સાત નયના પ્રત્યેકના સે સે પ્રભેદ હતા. એટલે સાતસો ભિન્ન ભિન્ન વિચારધારાને વર્ણવતું આ શાસ્ત્ર હતું આના કર્તા કેણુ હતા એને ઉલ્લેખ મળતું નથી, પરંતુ એ દત્તરાતા નથruથર નામે પ્રસિદ્ધ હતું અને તે આર્ષ (પૂર્વ ઋષિ પ્રણીત ) હતું અને તેને આધાર લઈને આ નયચક્રની રચના કરવામાં આવી છે એ સ્પષ્ટ ઉલેખ નયચક્રટીકામાં (પૃ. ૮૮૬ માં) નીચે પ્રમાણે મળે છે अधुना तु शास्त्रप्रयोजनमुच्यते-सत्स्वपि पूर्वाचार्यविरचितेषु सन्मति-नयावतारादिषु नयशास्त्रेषु अर्हतत्प्रणीतनेगमादिशतसङ्यप्रभेदात्मकसप्तशतारनयचक्राध्ययनानुसारिषु तस्मिश्चार्षे
૧ જુઓ પૃષ્ઠ ૬૬, ૬૭, ૬-૪, ૬૯, ૧૨, ૧૩, ૬૧૪, ૬૧૭, ૬૨૩, ૨૯, ૬૩૦, ૩૧, ૬૩૪, ૬૪૯, ૫૦, ૬૫૧, ૬૬ ૩, ૬૭૮, ૬૮૦, ૮, ૬૮૫, ૬૮૮, ૭૦, ૭૦, ૭૦૭, ૭૨૪, ૭૨૯, ૭૩૩, ૭૩૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org