Book Title: Dvadasharam Naychakram Part 3 Tika
Author(s): Mallavadi Kshamashraman, Sighsuri, Jambuvijay
Publisher: Atmanand Jain Sabha
View full book text
________________
૧૬ લાલભાઈના હાથે ભાવનગરમાં વિક્રમ સંવત્ ૨૦૨૨માં આના પ્રથમ વિભાગનું પ્રકાશન થયું હતું.
તે પછી પૂજ્યપાદ મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજના પણ વિક્રમ સંવત ૨૦૨૭માં જયેષ્ઠ વદિ છઠે સ્વર્ગવાસ થયા તેથી આના બીજા વિભાગનું પ્રકાશન વિલ'ખથી વિક્રમ સંવત ૨૦૩૩માં થયુ હતું. નયચક્રના બે વિભાગ (આઠ મર સુધી) જેટલું મુદ્રણકાય શ્રેષ્ઠ સંસ્કૃત ટાઈપાની વિવિધતા અને વિપુલતા ધરાવનાર મુંખઈના નિણયસાગર પ્રેસમાં થયું હતું. વિશ્વમાં સંસ્કૃત મુદ્રણ માટે અનુપમ નિણ યસાગરપ્રેસ પણ તે પછી અધ થઇ ગયા. એટલે આજા યાગ્ય પ્રેસની શોધમાં પણ અમને ઘણા સમય લાગ્યા. છેવટે મુંબઇના Associated Advertisers and Printers માં આ ગ્રંથનું મુદ્રણકાય પૂણુ કરીને આજે ત્રીજો વિભાગ ઘણા વિલખને અંતે પૂણ' પ્રકાશિત થઈ રહ્યો છે એ અમારા માટે ઘણી આનંદની વાત છે.
આ ગ્રંથના સંશોધન માટે મૂળ પ્રેરણા કરનાર અને સંશાધનાપયેાગી અનેકવિધ સામગ્રી ઘણા જ પરિશ્રમથી, ઘણીજ ઉદારતાથી, તેમજ ઘણા નિષ્કામ સૌહાદથી માત્ર અનુપમ શ્રુતભક્તિથી જ પુરી પાડનાર પૂજ્યપાદ આગમપ્રભાકર પુણ્યનામધેય મુનિરાજ શ્રીપુણ્યવિજયજી મહારાજ તથા આ કાય માં રાત-દિવસ સહાય કરનારા મારા પૂજ્યપાદ પરમેાપકારી પિતાશ્રી સદ્ગુરૂદેવ મુનિરાજ શ્રીભુવનવિજયજી મહારાજ અત્યારે સ્થૂલદેહે હયાત નથી એનુ મને અપર’પાર દુ:ખ છે, છતાં તે બન્ને કૃપાળુ મહાપુરૂષાનું જ સ્વપ્ન સાકાર થઇને આજે પરિપૂર્ણ થાય છે એ ઘણા મેાટા આનંદની વાત છે.
પ્રજ્ઞાચક્ષુ પં. શ્રી સુખલાલજી તથા પ. શ્રી એચરદાસ જીવરાજભાઈ દોશી અમદાવાદ ગુજરાત વિદ્યાપીઠમાં જ્યારે આચાય' ભગવાન શ્રીસિદ્ધસેનદિવાકરવિરચિત સન્મતિતક' (સટીક)નુ સંશાધન-સંપાદન કરતા હતા ત્યારે આચાય શ્રીમલ્લવાહિક્ષમાશ્રમણવિરચિત નયચક્ર(સટીક)ના સંશાષન–સ ંપાદનની તેમને અત્યંત આવશ્યકતા સમજાઈ હતી. તેથી પૂ. મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજે સટીક નયચક્ર સંશાધન-સપાદનનું કાય' મને સોંપ્યું તેમાં ૫. શ્રી સુખલાલજીની પ્રેરણાએ મહત્વના ભાગ ભજવ્યા હતા. આ રીતે ઘણાની શુભેચ્છાએ આ કાયને સફળ મનાવ્યું છે.
આ ગ્રંથનુ સ ંશાધન શરૂ કરવામાં આવ્યું ત્યારે જે હસ્તલિખિત પ્રતિ મળી હતી તે બધી વાચકપ્રવર શ્રીયશેાવિજયજી મહારાજે અનેક સાધુઓની સહાયથી વિક્રમ સંવત્ ૧૭૧૦માં પોષ મહિનામાં પાટણમાં લખેલી નચચક્રની પ્રતિ ઉપરથી જ સાક્ષાત્ યા પરપરાએ લખવામાં આવેલી હતી. પ્રતિના અંતમાં લેવામાં આવતા ઉલ્લેખાથી એ વાત અત્યંત સ્પષ્ટ હતી તેમજ કેટલીક અશુદ્ધિઓ પણ ખધામાં એકસરખી જ હતી. વિશેષ તપાસ કરતાં અમને જાણવા મળ્યુ` હતુ` કે પૂ. ઉપાધ્યાય શ્રીયશેાવિજયજી મહારાજની પ્રતિથી પણ લગભગ ૫૦ વર્ષ પહેલાં લખાયેલી એક પ્રતિ ભાવનગરની ડાસાભાઈ અભેચંદની પેઢીના હસ્તલિખિત સ’ગ્રહમાં છે. 'ચલગચ્છીય આચાય શ્રી ધમ મૂર્તિ સૂરિજી મહારાજે એ પ્રતિ લખાવી હતી. અમે સ ંશાધનનું કાય' શરૂ યુ" ત્યારે એ પ્રતિ વડાદરાના પ્રાચ્યવિદ્યામ"દિરમાં ચેડા સમય માટે ભાવનગરથી સ`શાધન માટે લાવવામાં આવી હતી. કારણ કે નયચક્રના પ્રારંભના કેટલાક અંશનું પ્રકાશન પ્રાચ્યવિદ્યામંદિરથી પણુ થયુ છે. આ સમયે પૂ. મુનિરાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org