Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti

View full book text
Previous | Next

Page 9
________________ હોય છે. જરૂર પડે પોતાના ધનને ધર્મદ્રવ્યમાં જોડે પણ પોતાનું ધન બચાવવા માટે ધર્મદ્રવ્યનો જેમ તેમ ઉપયોગ ન કરે. માર્ગદર્શન લેવા માટે આવેલા શ્રાવકને પણ આવી જ સાવધાની પૂર્વક સાધુ પણ માર્ગદર્શન આપે, જેમ ચોકીદાર બનાવેલી વાડની સુરક્ષા કરનારો હોવો જોઈએ, વાડમાં છીંડાં પાડવાનું શીખવનારો ન હોવો જોઈએ, એની જેમ જ માર્ગદર્શક શાસ્ત્રમર્યાદાની સુરક્ષા કરનારો હોવો જોઈએ. તેમાં છીંડાં પાડવાની સલાહ આપનારો ન હોવો જોઈએ. ભૂતકાળમાં ચૈત્યવાસીઓનો સમય પણ આ શાસનમાં આવી ગયો હતો. ચૈત્યની બધી વ્યવસ્થા અને શાસ્ત્રમર્યાદાઓને અભરાઈએ ચડાવીને તે ચૈત્યવાસીઓએ સ્વમતિ પ્રમાણે સ્વેચ્છાચાર તો સેવ્યો, સાથે સ્વેચ્છાચાર પ્રવર્તાવ્યો પણ ખરો. આ અવસરે તત્કાલીન સંવિગ્ન-ગીતાર્થ-ભવભીરુ મહાપુરુષોએ એ સ્વેચ્છાચારનો પ્રબળ પ્રતિકાર કરીને શાસ્ત્રમર્યાદાનું સંરક્ષણ કર્યું હતું. આપણે જોઈએ છીએ કે સ્વેચ્છાચારીઓનો માર્ગ લાંબો સમય ન ચાલ્યો. તેઓ પોતાના પાપમાર્ગના ભારથી જ નષ્ટ થયા. શાસ્ત્રમર્યાદાનો માર્ગ આજે પણ જીવંત છે. નજીકના ભૂતકાળની વાત કરીએ તો સુધારક વિચારોના વમળમાં ફસાયેલા ગૃહસ્થો અને સાધુઓએ દેવદ્રવ્યની આવકના સ્રોતોને સાતક્ષેત્ર સાધારણ દ્રવ્યમાં લઈ જવા માટે વિદ્રોહ ઊભો કર્યો હતો. તે વખતના સાહિત્ય પર નજર કરો તો આજે પણ સ્પષ્ટ સમજાય તેવું છે. તે સમયે સદ્ધર્મસંરક્ષક પૂ.આ.શ્રી વિજય કમલસૂરીશ્વરજી મહારાજાની અધ્યક્ષતામાં વિ.સં. ૧૯૭૬ની સાલમાં શ્રમણ સંમેલન ખંભાતમાં થયેલું. તેમાં શાસ્ત્રીયમર્યાદાના પક્ષકાર સૌ આચાર્યોએ એક અવાજે ઠરાવ કરીને જાહેર કર્યું હતું કે “સ્વપ્નાદિ બોલીની આવક સાતક્ષેત્ર સાધારણમાં ન જાય, દેવદ્રવ્યમાં જ જાય.” બધા દેરાસરોનો વાર્ષિક ખર્ચ તો તે તે સંઘોમાં દેરાસર સાધારણની ટીપ કરીને કરવામાં આવતો. પરંતુ ત્યાર પછીના સમયમાં સ્વપ્નાદિ બોલીનું દ્રવ્ય દેવદ્રવ્યમાં જ જાય તેવી મક્કમ માન્યતા ધરાવનારાઓમાં જ “સ્વપ્નાદિ બોલીના દેવદ્રવ્યથી જિનપૂજાદિ થાય કે નહિ' આવો વિવાદ ઊભો થયેલો, તે સમયે પણ શાસ્ત્રીય મર્યાદામાં ચાલવાનું માર્ગદર્શન આપનારા મહાપુરુષોએ

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 506