________________
બીજું કાલ માંડલું કરે કાલ માંડલું પૂરું થાય એટલે કમ્મરમાં ખોસેલી દાંડીને કાઢીને ફરીવાર દાંડીને ૧૦બોલથી પડીલેહે. અને પુનઃ કમ્મરમાં તે દાંડી ખોસે તથા મુહપત્તિ પડીલેહે ત્યાર બાદ.. ત્રીજું કાલમાંડલું કરે હવે કાલ માંડલું પૂરૂંથાય એટલે અંતે, “મુહપત્તિ અને દાંડીને સાથે કમ્મરમાંથી કાઢે, દાંડીને ૧૦ બોલથી પડી લેહ્યા પછી ઓઘો ઉંચો કરી તેની દશીમાંથી પસાર કરી દાંડીધરને દાંડી પરત કરે. દાંડીધર પૂર્વવત્ દાંડીને હાથની મુઠીમાં ઉભી પકડી રાખે. પછી કાલગ્રહ : ૧નવકારે દાંડી સ્થાપે પછી પાંચવાના ભેગા કરે. પાંચવાના - ૧. ઓઘાની દશી ૨, ઓઘાની ઉપરના ભાગની દોરી ૩. મુહપત્તિનો એક છેડો ૪. ચોલપટ્ટાનો કમ્મરના ભાગનો ખુલ્લો છેડો ૫. તથા કંદોરાનો એક છેડો એમ પાંચવાના ભેગા કરી ઉભા થતાં ‘નિસીહિ નમો ખમાસમણા” બોલે ત્યારે (દાંડીધર પણ ઉભો થતાં ‘ઇચ્છકારી સાહવો ઉવવુત્તા હોહ પભાઈકાલ વારવટ્ટ ? બોલે ત્યારે) બીજા યોગીઓ અને કાલગ્રહી : “વારવ” એમ બોલે.. પછી દાંડીધર ઓધાથી પગ પૂંજી જગ્યા પૂંજી આપે ત્યાંકાલગ્રહી દિશા ફેરવીને આવે (અનુક્રમે ૧. પૂર્વ ૨. દક્ષિણ ૩, પશ્ચિમ ૪. ઉત્તર સન્મુખ કાલગ્રહીનું મુખ થશે તે જ પ્રમાણે દાંડીધર તેની સામે જોતાં તેનાથી વિરુધ્ધ દિશા સન્મુખ મુખવાળો થશે)
૧૧૧