________________
(કાલગ્રહી : પૂર્વોક્ત વિધિ પ્રમાણે બોલતાં સ્થાપનાચાર્યજી-પાટલી તરફ જઈ ખમાસમણ-ઇરિયાવહિયા-કાઉસ્સગ્ન-મુહપત્તિનું પડીલેહણ-વાંદણા તથા બે આદેશ માંગી ફરી પૂર્વ વિધિ પ્રમાણે બોલતાં પૂર્વ દિશા તરફ પાછો ફરી દાંડીધર સન્મુખ આવી ઊભો રહે. (કાલગ્રહી : ઇરિયાવહિયા તસ્સઉત્તરી... અન્નત્થ..વિ.-૧ નવકારનો કાઉસ્સગ્ન કરીને બેસે ત્યારે) દાંડીધર તેની સામે બેસે કાલગ્રહી કાલ માંડલુ કરી રહ્યા પછી દાંડીધર કાલગ્રહીના ઓઘાની દશીમાંથી પોતાના હાથમાં રહેલી દાંડી પસાર કરી કાલગ્રહીને આપે, હાથમાં રહેલી દાંડી પડી ન જાય તેનો ખ્યાલ કરવો.. પછી કાલગ્રહી દાંડીને ૧૦ બોલથી પડીલેહી કમ્મરમાં ખોસી, મુહપત્તિનું ૫૦ બોલથી પડિલેહણ કરી બીજીવાર માંડલુ કરશે, ત્યારબાદ ત્રીજે માંડલ મુહપત્તિ તથા દાંડી સાથે કાઢી ત્રીજું કાલમાંડલું કરે, ત્યારપછી તે દાંડી કાલગ્રહી પોતાના ઓઘાની દશી દ્વારાએ દાંડીધરને આપે તે દાંડીધરે લેવી પછી કાલગ્રહી દાંડી સામે ૧ નવકાર ગણીને થાપે ત્યારે દાંડીધર તેને ઉભી ધારી રાખે કાલગ્રહી જયારે પાંચવાના ભેગા કરી ઉભો થતાં ‘‘નિસીહિ નમો ખમાસમણાણું'” બોલે તેની સાથે દાંડીધર ઉભો થતાં : “ઇચ્છકારિ સાહવો ઉવવત્તા હોહપભાઈકાલ વારવટું” એમ બોલે કાલગ્રહી સાથે બીજા યોગીઓ પણ ‘વારવટ્ટ' કહે હવે કાલગ્રહી પૂર્વાભિમુખ થાય ત્યારે દાંડીધર કાલગ્રહીની સન્મુખ પશ્ચિમાભિમુખ થશે પછી જ્યારે કાલગ્રહી ચારે બાજુએ જયારે - જ્યારે કાઉસ્સગ્ન કરે ત્યારે – ત્યારે કાઉસ્સગ્નમાં જ દાંડીધર કાલગ્રહીના ખભા મુહપત્તીથી પૂજે, સત્તરગાથા કાલગ્રહી બોલશે તે પૂર્ણ થતાં દાંડીધર કાલગ્રહીના પગ ઓઘાથી વૃત્તાકારે પંજે પછી જે દિશામાં જવાનું હોય ત્યાંની જગ્યા પૂજી આપે એમ બંને જણ અનુક્રમે શેષ ત્રણ દિશામાં જાય પછી (કાલગ્રહી ચોથી વારની સત્તરગાથા પૂરી કરી ૧ નવકારનો કાઉસ્સગ્ન કરશે ત્યારે ખભા પૂંજવાના નથી આ કાઉસ્સગ્ન પાંચમીવારનો છે) (કાલગ્રહી : “અત્યએણ વંદામિ’ ‘ઇચ્છે’ ‘‘આસજ્જ - આસજ્જ - આસજ્જ નિસાહિ” એમ ત્રણવાર કહી) પાટલી તરફ જાય ત્યારે તેની પાછળ