________________
દિવસમાં ૧ વારની જ ગણવી. આદ્રા નક્ષત્ર (ચાતુર્માસ પ્રારંભ પ્રાય:) ઉપર સૂર્ય આવે ત્યારથી તે સ્વાતિ નક્ષત્ર (દિવાળી પ્રાય:) ઉપર સૂર્ય ન આવે ત્યાં સુધી તારા જોવાની જરૂર નહી એટલે તારાની અસઝાય ન હોય પરંતુ સ્વાતિનક્ષત્ર પર સુર્ય આવે પછી તારા જોવા પડે અસુઝાય ગણાય તેવો યોગ વિધિમાં પાઠ છે.. પ્રત્યેક ચૌદશ (ચતુર્દશી) ના પખી પ્રતિક્રમણ પછીથી લઈ અનંતર દિને સૂર્યોદય સુધી રાત્રીની અસઝાય ગણાય, તે માત્ર સૂત્ર સ્વાધ્યાય અંગે જાણવું, કાલગ્રહણમાં બાધ નથી ( ઉપદેશ પ્રસાદ પ્રવચન - રપ૭) "अनुयोगो वसति प्रवेदने प्रमार्जिते काल वेला वर्ज शुद्धयति" સ્વેચ્છાદિકનું યુધ્ધાદિ શાંત થાય પછી અહોરાત્ર અસઝાય (પ્રવચન સારોદ્ધાર) બે રાજા - બે પુરૂષ - બે સ્ત્રી - બે મલ્લોનું યુધ્ધ ચાલે ત્યાં સુધી જ અસઝાય. વરસાદ યા બીજી અસઝાયમાં નુતરાં દેવાય પરંતુ કાલગ્રહણ લેતાં અસક્ઝાય ન જોઇએ..
પ્રલથી શરીરના શ્વાસને નાભિમાં સ્થાપન કરવો તે ક્રાયિકયોગ પ્રભુ વાણી પ્રતિનો વિશ્વાસ નાભિમાં સ્થાપન કરવો તે આત્મિકયોગા
- આગમોદ્ધારક પૂ. આ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.