________________
પદ - પ્રદાન સમયે શ્રી નંદી સુત્ર-મૂળ (સંપૂર્ણ) સંભળાવવું જોઈએ, સમય કે સંભળાવનારના અભાવે લઘુ નંદી ચાલે (માત્ર ગણીપદમાં સમજવું) ભગવતીના જોગમાં “મુરૂ અવારકા'નો કાઉસ્સગ્ન કરવાની હાલમાં પ્રવૃત્તિ નથી.. ભગવતી સૂત્રની નિવિમાં લીલોતરીમાં વાલોર -વટાણા - ચોળી - પાપડી -તુવેર વિ. વાપરવાની પરંપરા દેખાય છે. ફુટમાંથી સચિત્ત બી નીકળે તો આયંબીલની આલોચના આવે.. ભગવતી સૂત્રના જોગના કુલ દિવસો ૬ માસ સુધીના બતાવ્યા છે, કોઈક ઠેકાણે ૬ માસને ૮૯ દિવસ લખેલ છે (એટલે ૧૮૦ ૧૮૮ કે ૧૮૯ દિવસ) તેમાં બે ઓળી - બકરી ઇદ - ચાતુર્માસની અસઝાય તેમાં સંમિલિત છે. પરંતુ વિશિષ્ટ કારણોસર પડેલા દિન અલગથી ભરવાના હોય છે.
૦ ૦ ૦ દત્તી ૦ ૦ ૦ દત્તીના દિવસે એકલું પભાઈ કાલગ્રહણ લેવું – અન્ય કાલગ્રહણ ન લેવાય.. દરેક દત્તી બે સાથે જ આવે તેમાં પ્રથમ દિને ઉદેશ - સમુદેશની વિધિ તથા બીજા દિવસે અનુજ્ઞાની વિધિ કરવી, બંને દિવસ આકસંધિના છે.. અનુજ્ઞાની દત્તિના દિવસે સાંજે વાઘાઈ લેવાય નહી.. આકસંધિના દિનો વાળી દત્તિ હોવાથી અનુજ્ઞા ન થાય ત્યાં સુધી દિવસ પડે કે કાલગ્રહણ જાય તો દત્તીવાળું આયંબિલ જ કરવું પડે.. હાલમાં દત્તીમાં એક પાણીની અને એક ભોજનની દત્તીઓ છે. દત્તીમાં પ્રત્યેક જોગી સાધુએ ગોચરી - પાણી જુદા અને જાતે જ વહોરવા પડે તેમજ પરસ્પર આપ -લે (લેવડુ - દેવડું) ન થાય.. દત્તી ભગવતી યોગમાં બે-બેના જોડકાં માં ત્રણ વાર કુલ - ૬ વાર આવે..