________________
સંઘટ્ટા વિનાની વસ્તુ જેવી કે બોલપેન - લેટર પેડ - અન્ય વસ્ત્રો ઇત્યાદિ ચીજો જોગીને સંઘટ્ટામાં ગોચરી - પાણી વાપરતાં અકે કે અન્ય અજોગી અડે તો ચાલે નહી, વપરાય નહી... વાપરે તો દિવસ પડે. આહાર-પાણી તથા નિહાર (āડીલ) માં સંઘટ્ટો લેવો અનિવાર્ય છે. જીંડીલની વિધિ માટે જોગવાળાએ ૧OOડગલાંથી દૂર જવાનું હોય તો સંઘટ્ટો લઈ આચારિકની સાથે જાય, તે દરમ્યાન બે જણની વચ્ચે પંચેન્દ્રીયની આડું ન પડે તેનું ધ્યાન રાખવું હવે મળ વિસર્જનાર્થે દૂર થતાં પૂર્વ સારી જગ્યાએ આચારિક ઉભા રહે ‘‘અણુજાણહ જસ્સગ્ગહો'' કહી એક-એક કાંકરી લે, દાંડો ૧ નવકાર દ્વારા થાપી ઈરિયાવહિયા કરી, કાઉસ્સગ્ગ, પ્રગટ લોગસ્સ બોલી ખમાસમણપૂર્વક “વસહી પવે?'' તથા “ભગવદ્ ! સુદ્ધા વસહી” ના બે આદેશ માંગવા પૂર્વક મુહપત્તિ દ્વારા ૨૫ બોલથી કાંકરી પડિલેહી એક-એક કાંકરી સર્વ યોગીને આપે હવે જો સ્વયં આચારિક જોગમાં હોય તો ઉપરોક્ત વિધિથી અન્ય આચારિક પાસેથી ગ્રહણ કરે, કાર્ય પૂર્ણ થયે સર્વે યોગી, આચારિક વિ. ભેળા થાય પછી કાંકરી પાછી લે ‘‘વોસિરઇ.. વોસિરઈ'' ૩ વાર બોલી વિસર્જન કરે.. વાપરી રહ્યા બાદ અંતે આહાર - પાણી કરી રહ્યા પછી પાતરાં લુછીને મૂકવાં હોય ત્યારે પદસ્થ કે મહાનિશીથવાલા પાસે નીચે પ્રમાણે આદેશ માંગી પચ્ચખાણ લેવું.. “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! (અત્રે પચ્ચકખાણ દેનારે હૂંકારો ભણતાં સાક્ષી ભરવી) ભાત-પાણી સંઘટ્ટ આઉત્તવાણયે
(આઉત્તવાણય લીધું હોય તો બોલવું અન્યથા નહી) ઝોળી - પાતરા મુકું? ગુરૂ: “મુકો' (શિષ્ય ઝોળી - પાતરા મુકે) દાણો - દૂણી છૂટાને ભળે, સંઘટ્ટ - કુસંઘટ્ટ (ઉત્સુઘટ્ટ)મિચ્છામિ દુક્કડમ્.. “ઇચ્છકારિ ભગવન્!પસાય કરી પચ્ચખાણનો આદેશ દેશોજી..તિવિહાર કે ચૌવિહાર પચ્ચકખાણ કરે.. ઉભા થઈ ખુલ્લા સ્થાપનાચાર્ય સમક્ષ ચૈત્યવંદન કરી લેવું. બાદ સ્થાપનાચાર્ય ઢાંકી દેવા.