________________
- સામાન્ય સુયતાઓ. -
સંઘટ્ટાના ગોચરીના પાતરામાં, જીવાત - આખું ધાન્ય કે અન્ય એકધ્ય વસ્તુ પડેલી જણાય, તો વાપર્યા વિના સંપૂર્ણ વસ્તુ છૂટાવાળાને આપવાથી દિવસ પતો નથી, તેમજ પાત્રુ છોડ્વાની જરૂર નથી, પરંતુ તે પાત્રમાં ગોચરીનો અંશ રહેવો જોઈએ નહીં, પણ જો પ્રવાહી - ઘી - તેલ જેવો સ્નિગ્ધ આહાર હોય અને તે પાત્રમાં રહેવા સંભવ હોય તો પાત્ર છોડી દેવું પડે.. આચારિકે સાંજે માંડલા કર્યા પછી કે સવારે સક્ઝાય કર્યા પૂર્વે સંઘટ્ટાવાળા યોગીને દવા - ગોચરી - પાણી અપાવી શકે નહી. સંઘટ્ટામાં ઝોળીને ગાંઠ મારે કે તરાણીને દોરો બનાવી નાંખે, પછી અન્ય વસ્તુ લેવી હોય તો વચ્ચે ઈરિયાવહિયા કરવી પછી લઇ શકાય અને ત્યારબાદ બીજી તરાણી - લોટ કે ઝોળી લઈ ગાંઠ મારે તો ફરી બીજી ઈરિયાવહિયા જુદી કરવી પડે.. પણ જો તપણી આદિ લીધા બાદ ગાંઠ ન મારે કે દોરો ન પહેરાવે તો ચાલે પરંતુ દાંડો થાપતાં પૂર્વે ગાંઠ અને દોરો નાંખી દેવો પડે.. અને તે સમયે ઈરિયાવહિ કરી લે. એક કામળી પર રહેલા ઉપકરણોનો સંઘટ્ટો, બે જણ અડ્યા વિના પરસ્પર સંઘટ્ટો લઈ શકે, પરંતુ જો એક સાથે બે જણનો હાથ કામળી પરના અલગ - અલગ ઉપકરણોને એક જ સમયે સ્પર્શ, તો સંઘટ્ટો જાય, તેથી ચીવટ રાખવી.. અનુષ્ઠાન વિધિ થઈ ગયા બાદ સઝાય - પાટલી બાકી હોય તો પણ તે યોગી અન્ય યોગી (જેને સઝાય - પાટલી થઈ છે તેવા) માટે સંઘટ્ટો લઈ શકે અથવા દવા - પાણી વિ. વહોરાવી શકે, પરંતુ પોતાના માટે નહી.. સંઘટ્ટામાં દરેક વસ્તુ શરીરને અકેલી રાખવી.