________________
ઓઘો -મુહપત્તિ અને દાંડો ત્રણે અનંતર શરીરને સ્પર્શેલા જોઈએ. જો જુદા થાય, તો સંઘટ્ટો જાય તે ત્રણમાં પરંપરાએ સ્પર્શ ક્યારેય ન ચાલે. ચમાદિ પહેરી સંઘો લેવાય નહી, લીધા પછી પહેરાય, પણ પછી છૂટો મૂકાય નહીં. પાંગરણી - પરસેવાનો ટુકડો - ખેર્યુ વિ. સંઘટ્ટામાં લેવાની પરંપરા જણાતી નથી, દિવસ પડે.. ઉપધિ - પાતરા વિ. ને સવારે પડીલેહણ કર્યા વિનાના હોય અને જો સંઘટ્ટામાં લે, તો સંઘટ્ટો જાય.. ગોચરી વહોરીને આવ્યા બાદ પાતરા કાઢંતા ઢાંકણુ ઝોળીમાંથી નીકળી જાય અથવા ગોચરી વાપરતા ઝોળીમાંથી ઢાંકણુ નીકળી જાય તો સંઘટ્ટો જાય, ત્યારબાદ તે ગોચરી છૂટા (અજોગી) વાળાને આપી દે, જો વાપરે તો દિવસ પડે. ગોચરી કે પાણીમાં ક્લેવર ઉપરથી પડેલું જણાય તો આલોચના આવે, પરંતુ જીવતું હોય તો વાંધો નહી. વાપર્યા પછી ઝોળી છોવાનો આદેશ મહાનિશીથવાળો જ આપી શકે, અન્ય (નંદી – આચારાંગના) જોગી ન ચાલે, ઝોળી છોડાવનારનો ઓઘો બાંધેલ જોઈએ, કવચિત્ લઘુ પર્યાયવાળા પાસે ઝોળી છોડ્યાની આવે તો “ભગવન્” શબ્દ ન બોલે.. ઝોળી ‘મૂકે' બોલે પછી વધુ પર્યાયવાળો જોગી પચ્ચકખાણ જાતે લે, તે લઘુપર્યાયવાળા પાસે ન લે.. પાણી વહોરતી સમયે જો ગરણામાંથી ક્લેવર નીકળે તો પાણી અને ગરણુ જાય પરંતુ દોરો - લોટ - સંઘટ્ટો ચાલે, માત્ર લોટ, તરાણી કે – પાત્ર ને (બોલ્યા વિના છૂટાંવાળાના લુણાંથી, લૂંછી લઈ લેવું અને જો તે લુણું સંઘટ્ટાનું હોય તો છોડી દેવું. ઈરીયાવહિ કરવાના રહી જાય અને ગૌચરી.. પાણી વાપરે તો આલોચના આવે.. સંઘટ્ટામાંથી છૂટી પડેલી ચીજ (વસ્ત્ર - પાત્ર - ગરણું - લૂણું) વિગેરે જોગી પાસેથી, સંઘટ્ટામાંથી કે આસન પરથી દૂર જાય અને બોલ્યા વિના લઈ લેતો ચાલે, પરંતુ બોલે તો છોડી દેવા પડે..