________________
જોગી (આચારિક થયેલ હોય તો) કુલ – ૩ ગણાય, ૧ આચારિક + ર જોગી (આચારિક થયેલ હોય તો) કુલ – ૩ ગણાય, પરંતુ જો ૧ પદસ્થ અથવા ૨ આચારિક + ૧ જોગી (આચારિક ન હોય તો) કુલ - ર ગણાય એટલે ૨ આચાર્યમાં આડું પડે, ત્રણ આચાર્ય સાથે હોય તો આડે પડતી નથી. સંઘટ્ટો જાય ત્યારબાદ રહેલા ગોચરી - પાણી જો જોગી વાપરે તો દિવસ પડે. અન્ય સાધુ વાપરી જાય તો દિવસ ન પડે, જો ગોચરી પરઠવે તો દિવસ પડું, પાણી પરઠવવામાં વાંધો નથી.. જોગીએ પ્રથમવાર મુહપત્તિ પડીલેહવાનો આદેશ માંગીને એકવાર સંઘટ્ટો લીધો હોય, બાદ દિવસ દરમ્યાન ખાલી દાંડો થાપી લઈ શકાય છે (તે મર્યાદા ખાસ ગુરૂગમથી સમજવી) પડિલેહણ કરેલ જોગી અન્ય સંઘટ્ટાવાળા જોગી જેણે પડિલેહણ નથી કર્યું, તેના વસ્ત્ર કે પાણી વાપરી ઠલ્લે જાય કે આસને બેસે તો આદેશ માંગી ફરી પડિલેહણ કરવું..
જ્ઞાન ભાડેથી - બીજા પાસેથી મેળવી શકાય ક્રિયા (ચો સાધના) સ્વયં જ કરવી પડે. - આગમોદ્ધારક પૂ. આ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ. સા.