Book Title: Bruhad Yog Vidhi Part 04 Kalik Yog
Author(s): Purnachandrasagarsuri
Publisher: Agamoddharak Foundation

View full book text
Previous | Next

Page 54
________________ જિનાલયની અનુપસ્થિતીમાં અનિવાર્ય સંજોગોમાં સ્થાપનાચાર્યજી ખુલ્લાં રાખી દેરાસરજીનું ચૈત્યવંદન કરાય યોગમાં પડિલેહણ દરમ્યાન પડિલેહણના આદેશ માંગે ત્યારે “મુઠસીના પચ્ચકખાણ' પૂર્વે વાંદણા દેવા નહી, વાંદણાના બદલે ખમાસમણ દેવું. મહાનિશીથ સૂત્રના યોગ ન કર્યા હોય અને નંદી - અનુયોગના યોગ વહન કર્યા હોય તો દીક્ષા - વ્રત ઉચ્ચરણ તથા તીર્થમાલારોપણમાં નંદીની ક્રિયા (નંદીના દેવવંદન સુધી) સુધીના સૂત્રો બોલી શકે છે પરંતુ ઉપધાનના પ્રવેશ કે માલારોપણમાં તેનો નિષેધ જાણવો.. યોગોદ્ધહન આદિ (દીક્ષા - વડી દીક્ષા ને વ્રત ઉચ્ચરણ - તીર્થમાલારોપણ - પદપ્રદાન વિ.) ના પ્રસંગે જો નાણ માંડેલી હોય તો વાંદણા સમયે નાણના ભગવાનને પદો કરાવી સ્થાપનાચાર્યજી સન્મુખ વાંદણા દેવા, વાંદણા પૂર્ણ થયા બાદ પ્રભુજી પરથી પડ્યો દૂર કરાવી નાણ સમક્ષ ખમાસમણ દેવરાવી આગળના આદેશ માંગવા - અકાળે વરસાદ બંધ થયા પછી ૩પ્રહરની અસઝાય પૂર્ણ થાય, બાદ પણ શુદ્ધ ગણાય જઘન્યથી - છઘડી પોરિસી, મધ્યમથી પારવાની પોરિસી, ઉત્કૃષ્ટથી સાક્રપોરિસી, પૂર્વે અપવાદિક ક્રિયાદિ કરાય. જોગમાંથી નીકળવું હોય ત્યારે આગળનો દિન શુધ્ધ (એટલે કોઈપણ પ્રકારના કારણોથી દિવસ પડેલો ન હોવો જોઇએ) તેમજ તપ યુક્ત દિન જોઈએ (આગળના દિને નિવિના ચાલે) ન હોય તો નીકળાય નહી, અનિવાર્ય સંજોગોના કારણે નીકળવું પડે તેમ ન હોય અને જોગ આગળ બાકી રહેતાં હોય તો આગળના દિવસની ક્રિયા કે દિવસ ગણવો નહી, પરંતુ જોગ પૂર્ણ થતાં હોય તો કોઈ વિકલ્પ નથી. પ્રવેશના દિનથી ૧૫ દિવસ પૂર્ણ થયે પાલી પલટાવી શકાય છે, હવે જો એકવાર પાલી પલટાવી તો ફરીના ૧૫ દિવસ એટલે ૨ નિવી કર્યા પછી આયંબિલ આવે તે દિવસથી ૧૫ દિનની ગણના કરી ૧૬ માં દિને પાલી પલટો કરાય પરંતુ મુખ્ય પાંચ પર્વ તિથિ જેવી કે સુ. ૫૮૧૪ વદ ૮૧૪ હોય તો તે દિને નિવિ ન કરાય. સવારની ક્રિયા થયા પછી જો અકાલે વર્ષા થાય તો અકાલ વરસાદની અસઝાય થાય, છતાં સાંજની ક્રિયા થાય અને દિવસ પડે નહી આ પ્રમાણે

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94