________________
સર્વ સામાન્ય બાબતો.. નંદી સુત્રના યોગદ્વહન ન કર્યા હોય તો, તેવા યોગીએ ક્રિયા દરમ્યાન નંદીના સૂત્રો બોલવા કહ્યું નહી.. કોઈપણ પ્રકારના યોગદ્વહન દરમ્યાન પ્રવેશથી ઓછામાં ઓછા ત્રણ દિવસના યોગ કરવા પડે. મેથી વાપરવી જોઇએ નહી આખું ધાન ગણાય છે છતાં કેટલાક વાપરે છે. પ્લાસ્ટીક - મેલેમાઈન કે ધાતુ આદિના કોઈપણ પ્રકારના પાત્ર જોગમાં કલ્પ નહી તેમજ પડઘી કે પાયા વિનાના કાષ્ટ પાત્ર પણ વપરાય નહી તે સર્વ અકથ્ય જાણવા. લાખણસી - લાડવા – ઘારી - સાલમપાક વિગેરે ઉપરથી ઘી ચડાવેલ મિઠાઈ કલ્પ નહી પરંતુ જો નિવીયાતું ઘી હોય તો ખપે.. યોગવહન કરનાર સાધુ સૂત્રો બોલી શકે છે પરંતુ સાધ્વી પોતાના માટે સૂત્રો ન બોલી શકે. જોગ દરમ્યાન ‘છ ઘડી પોરિસી’ પુરિમુઢના પચ્ચખાણ પછી ભણાવે તો દિવસ પડે. વસતી અશુદ્ધ રહી હોય અને ક્રિયા કર્યા બાદ તેનો ખ્યાલ આવતાં વસતી શુદ્ધ કરાવી ફરી ક્રિયા કરે, અન્યથા જો સવારની ક્રિયા કરી હોય તો દિવસ પડે અને સાંજની ક્રિયા કરી હોય તો આલોચના આવે.
ક્રિયાના સમય સિવાય સ્થાપનાચાર્ય ખુલ્લા રહે તો આલોચના આવે. • દિવેલવાલા ચોખા - તુવેરની દાળ, સામાન્ય હાથથી ચેતવેલા ઘી વાળા લોટની લુખ્ખી રોટલી આયંબિલમાં ખપ આવે, વધુ મોણ નાંખેલ હોય તો
કામ ન આવ સાંજે સ્થાપનાચાર્યજી પડીલેહણ ન થયા હોય ત્યારે સર્વ ઉપધિ આદિના પડીલેહણ કર્યા બાદ કાજો લઈ લીધો હોય ત્યારે, આદેશ માંગે તો કાજો લેવો જરૂરી નથી, માત્ર ઈરિયાવહિ કરી વોસિરે.. વોસિરે.. કહી દે.. કાળ સમયમાં કામળીનો કપડો (સાધુ મ. ને આશ્રી) લેવો ન લેતો આલોચના આવે.