________________
સાધ્વીજીને જો સવારે ક્રિયા થયા પછી જો અંતરાયમાં આવે તો સાંજની ક્રિયા થાય અને દિવસ પડે નહી પરંતુ જો દેરાસરનું ચૈત્યવંદન બાકી હોય તો દિવસ પડે. અગાઢ જોગમાંથી નીકળી શકાતું નથી, અનાગાઢ જગમાંથી ત્રણવાર નીકળી શકાય છે એટલે કે બે વાર નીકળી ત્રીજીવારમાં જોગ પૂર્ણ કરી નિષ્ક્રમણ કરાય છે.. અનાગાઢ જોગમાંથી કારણવશાતું નીકળ્યા પછી વધુમાં વધુ છ માસ દરમ્યાન અનુજ્ઞા થઈ જાય તેમ યોગ પૂર્ણ કરવા, જો ૬ માસ દરમ્યાન અનુજ્ઞા ન થાય તો જોગ પુનઃ કરવા પડે, કામ લાગે નહી.. કોઈપણ જોગમાં આકસંધિના દિને આયંબિલ જ થાય અને તે દિવસે જોગમાંથી નિષ્ક્રમણ ન કરાય, જો આકસંધિના દિને દિવસ પડે તો આયંબિલ જ વધે.. વર્તમાનમાં તમામ યોગમાં આખું ધાન્ય - કઠોળ -ક-ક અવાજ આવે તેવી કક વાનગી વહોરવાની -વાપરવાની આચરણા, પ્રવૃત્તિ નથી. જોગનું દંડાસન સવળા પીંછાનું - સુપાત્ર (સારું), હાથાના ભાગે બંગડી યુક્ત તથા મેરૂદંડયુક્ત જોઇએ, મોરપીંછી કે પૂંજણી ન ચાલે.. લઘુ પર્યાયવાળા પાસે કારણસર ક્રિયા કરે તો યોગ કરનાર ‘ભગવન્' શબ્દ ન બોલે તો પણ ચાલે, પરંતુ ક્રિયા કરાવનાર લઘુ પર્યાયી હોવા છતાં ક્રિયા કરનારે તેમને વંદન અવશ્ય કરવું પડે યોગ અધૂરા – અપૂર્ણ હોય, અનુજ્ઞા ન થઈ હોય તો યોગમાંથી નીકળી ગયા હોય તોય અનુજ્ઞા સુધી મોરપીંછનો કાજો લેવો તથા પાટલીનું પડિલેહણ કરવું આવશ્યક છે, ન કરે તો આલોચના આવે પ્રત્યેક જોગમાં સમુદેશ અને અનુજ્ઞાના દિન આકસંધિના હોય છે તે પ્રમાણે કાલિક અથવા ઉત્કાલિક તમામ જોગમાં સમજવું.