________________
શ્રી પાતરાં કરવાની વિધિ • સર્વ પ્રથમ ગુરુ મ. ના આદેશ પૂર્વક છ ઘડી પોરસી ભણાવવી • મોરપીંછનો કાજો લીધેલી ભૂમિ પર જ આસન સ્થાપન કરીને પાત્રાદિ ગોઠવવું.. • ચાતુર્માસ હોય તો છ ઘડી પોરિસીનો મોરપીંછથી કાજો લીધા પછી પાતરાદિનું કાર્ય કરવું.. મહાનિશીથવાળાના પડિલેહેલા સ્થાપનાચાર્યજી ખુલ્લા કરવા પોરિસી ભણાવી ઈરિયાવહિયા કરી લોટ - પાત્રા - ઝોળી – ચરવળી - ગરણાં - લુણાં આદિ આવશ્યક ઉપકરણની ૨૫ બોલ પૂર્વક દૈનિક સમાચારી
પ્રમાણે પડીલેહણા થઈ હોવી જોઈએ.. • સંઘટ્ટા પહેલા ખુલ્લા ભગવાને પચ્ચક્ખાણ પારવું, કેમકે સંઘટ્ટામાં પચ્ચખાણ પરાય નહી, તેમજ કોઇને પચ્ચકખાણ અપાય નહી. • પચ્ચકખાણ પારવાનું બાકી હોય અને સંઘટ્ટો લીધો હોય તો સંઘઠ્ઠો બીજા સાધુને સુપ્રત કરી, પોતે સંઘટ્ટો મૂકી પચ્ચકખાણ પારે, પુનઃ સંઘટ્ટો લે.. • ૧૦૦ ડગલાંમાં વસતિ શુધ્ધ છે કે નહી તેની ગષણા કરવી, અશુધ્ધ વસતિમાં સંઘટ્ટો લેવા કહ્યું નહીં. • સંઘટ્ટામાં કાંબળીનું આસન, પાંચ ગાંઠવાળી ચરવળી, અખંડ પાતરા, કોઈપણ ઉપરથી નાંખેલા દોરા નિશાન કે સાંધ્યા વિનાના કપડાં -લુણાં - ગરણાં વિ. જોઇએ, મોગરાના ભાગથી અખંડ દાંડો, ઢાંકણું, લોટ, પદ્મીવાળી તપણી - કાચલો વિ. ઉપકરણો જ વપરાય..
સંઘટ્ટો લેનારના રજોહરણ, કંદોરો કે કે વિગેરે સ્થાને કોઈપણ પ્રકારની દાંત ખોતરણી કે દોરા વિગેરે હોય તો તેને દૂર કર્યા બાદ સંઘટ્ટો લેવો. • યોગોદ્ધહનવાળાને સંઘટ્ટો લેવાની પ્રતિકૂળતા (અસ્વસ્થતાદિથી) હોય તો યોગી સિવાયના સાધુ પણ સંઘટ્ટો લઈ શકે..
૦ ૦ ૦ પ્રારંભ ૦ ૦ ૦ ખુલ્લા સ્થાપનાચાર્ય સમક્ષ, વચ્ચેથી કોઈ પસાર ન થાય તેવી રીતે પાલીની કાંબલ અથવા એકતારી આસન (હાથ બનાવટની કામળીનું) પર સંઘટ્ટો