________________
કેટલીક મહત્વની બાબતો.. • પૂર્વે એક પાટલીની વિધિ કહી હવે બીજી જોડે કરવી હોય તો ખમાસમણ : “અવિધિ આશાતનાના મિચ્છા મિ દુક્કડમ્ ને બદલે સીધું’
ઇચ્છાકારેણ સંદિસહ મુહપત્તિ પડિલેઉં? “ઇચ્છે' કહી મુહપત્તિ પડીલેહી ઉપરોક્ત વિધિ પ્રમાણે પાટલી કરે.. ૦રાત્રીના કાલગ્રહણ હોય તો એક સજઝાય પડવી, ક્રિયા કરવી પછી અનુષ્ઠાનની ક્રિયા કરવી, બે સઝાય પઠવ્યા પછી-૩ પાટલી કરવી તેમાં ત્રીજી
પાટલીનાં અંતે વાઘાઇનો આદેશ માંગવો, ત્યારબાદ અર્ધરાત્રીએ બીજું કાલગ્રહણ લઈ, ૧ સજઝાય પઠવી, અનુષ્ઠાનની ક્રિયા કરી બે સઝાય પઠાવીને ૩ પાટલી કરવી તેમાં ત્રીજી પાટલીના અંતે અધ્ધતિનો આદેશ માંગવો, સવારે બે કાલગ્રહણ હોય તો બે સજઝાય પઠવ્યા પછી અનુષ્ઠાનની ક્રિયા કરવી, તે પછી ૧ સજઝાયને ૩ પાટલી કરવી તેમાં ત્રીજી પાટલીના અંતે વિરતીનો આદેશ માંગવો, ત્યારબાદ બે સજઝાય પઠાવીને ૨ પાટલી કરવી તેમાં બીજી પાટલીના અંતે પભાઈનો આદેશ માંગવો... ૦ બે કાલગ્રહણમાં કુલ ૫ - સઝાયને ૫ - પાટલી આવે, એક કાલગ્રહણમાં ત્રણ સઝાયને ત્રણ પાટલી કરવાની આવે છે, તે પ્રમાણે રાત્રીના કે દિવસના કાલગ્રહણમાં સમજવું... એક કાલગ્રહણ હોય તો ત્રણ પાટલી કરવી તેમાં ત્રીજી પાટલીમાં જે કાલગ્રહણ લીધું હોય (રાત્રીમાં વાઘાઈ કે અધ્ધરતિ હોય, સવારના કાલગ્રહણમાં માત્ર; પભાઈ હોય છે) તે નામનો કાઉસ્સગ્ન કરવો, ત્રણ પાટલી ભેગી કરો અથવા જુદી જુદી તેમાં વિધિ ઉપર પ્રમાણે જ રહેશે. માત્ર પાટલી પડીલેહણામાં, ઉત્થાપન તથા સ્થાપનનો ફર્ક જ પડશે... પહેલા કાલગ્રહણની ત્રણ તથા બીજા કાલગ્રહણની બે પાટલી સાથે થશે બે કાલગ્રહણની પાંચ પાટલી સાથે ન થાય કેમકે પહેલા કાલગ્રહણની ત્રણ પાટલી બાદ બીજા કાલગ્રહણની સઝાય પઠવવાની હોય છે. પછી પાટલી કરવાની હોય છે.