Book Title: Bruhad Yog Vidhi Part 04 Kalik Yog
Author(s): Purnachandrasagarsuri
Publisher: Agamoddharak Foundation

View full book text
Previous | Next

Page 38
________________ લેવાનાં પાતરા, કપડા, કાંબળી, લોટ, તરપણી – ચેતનો, ઢાંકણું – વિગેરે પરસ્પર અકે નહી તેવી રીતે ગોઠવવાં, દાંડો પોતાની ડાબી બાજુએ મૂકવો. ખમાસમણ ઃ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ !ઈરિયાવહિયં પડિક્કમામિ ? ‘ઇચ્છું' ઇચ્છામિ પડિક્કમિઉં.. ઇરિયાવહિયા.... તસઉત્તરી... અન્નત્થ... ૧ લોગસ્સનો કાઉસ્સગ્ગ ‘ચંદેસુ નિમ્મલયા...' સુધી પ્રગટ લોગસ્સ... ખમાસમણ ઃ “ઇચ્છાકારેણ સંદિસહ ! ભાત-પાણી સંઘટ્ટે - (આઉત્તવાણયે*) કપડો-કામળી, ઝોળી-પાતરાં, લોટ-તરપણી કરવા મુહપત્તિ પડિલેઉં ? ‘ઇચ્છ’ કહી ઉભડ઼ક પગે (ગોદોહાસન મુદ્રામાં) બેસી મુહપત્તિનું પડિલેહણ પ૦ બોલ બોલવા પૂર્વક કરવું હવે કોઈપણ ઉપકરણ – વસ્ત્ર – પાત્ર કે ચરવળી લેતાં પહેલા મુહપત્તિ દ્વારા અધ્ધરથી (અકે નહી તેમ) પ્રમાર્જીને લેવું, ઓઘો - મુહપત્તિ શરીરને સ્પર્શી રહે તેમ રાખવા (એટલે કે ચોલપટ્ટો - કંદોરોમાં ખોસવા નહી) હવે સંઘટ્ટામાં લેવાની દરેક વસ્તુ ૭૫ બોલ મનમાં બોલવાપૂર્વક (૨૫ બોલ ને ત્રણ વાર બોલવા પૂર્વક ૨૫ સુધીના બોલ ત્રણવાર બોલાય – કુલ = ૭૫ બોલ થશે) પૂંજીને શરીરને અકતાં રાખે ફક્ત દાંડો અને તરપણી – લોટના દોરાના ૧૦' બોલ હોવાથી ૧૦ બોલ ત્રણવાર બોલવા પૂર્વક (૧૦ સુધીના ત્રણવાર = કુલ ૩૦ બોલ થશે) પુંજીને શરીરને અકતાં રાખે, ૧ “ આઉત્તવાણયવાળા (ઉત્તરાધ્યાયન – મહાનિશીથ - ભગવતી સૂત્ર) જોગ હોય તો જ બોલવું નહીંતર, આઉત્તવાણય લેવાનું જ નથી, તો બોલવાની આવશ્યકતા નથી ૨ * ૨૫ બોલની વિગત – ‘‘સૂત્ર - અર્થ તત્ત્વ કરી સદહુંથી મનદંડ - વચન દંડ - કાયદંડ પરિહરૂં’’ સુધી.. ૩ * ૧૦બોલની વિગત – ‘“સૂત્ર – અર્થ તત્ત્વ કરી સદહું થી આરંભી સુદેવ – સુગુરૂ - સુધર્મ આદરૂં’” સુધી

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94