________________
ત્રણ કે બે જેટલી પાટલી ભેગી કરો તેમાં પહેલી પાટલી થઇ ગયા બાદ ત્રીજી કે બીજીમાં ભૂલ પડે તો સાથે કરેલી બધી પાટલી જાય છે તે ખ્યાલમાં રાખવું.. જુદી કરતાં તેમ થતું નથી... કાલ માંડલા પૂર્ણ થયા બાદ નવકારથી થાપ્યા પછી અને “અવિધિ - આશાતના મિચ્છા મિ દુક્કડમ્” પૂર્વે કંઈપણ ભૂલ થાય તો જ્યાં ભૂલ થઈ ત્યાં તુરંત નવકારથી થાપીને ત્યાંથી જ અધુરી ક્રિયા પુરી કરાય છે. (માત્ર શબ્દ ઉચ્ચાર કે આદેશ માટે આ અપવાદ છે)
કાલ માંડલ (પાટલી) કેટલે ઠેકાણે ભાંગે..? પાટલી થાપતાં, ખમાસમણ દેતાં, આદેશ માંગતા પદ કે અક્ષરોમાં ચુનાધિક બોલાય તો ભાંજે. પાટલી પડીલેહતાં - દાંડી -તગડી - મુહપત્તિ પડીલેહતાં પડીલેહણના બોલ બોલતા ન્યુનાધિક બોલાય તો ભાંજે. દાંડી - લેતાં - કેડે ખોસતાં – પાછી મૂકતાં - થાપતાં દાંડી પડે, અન્ય સાથે અડે કે પાટલી ડગ - ડગે તો ભાંજે.
ઓઘો - મુહપત્તિની પ્રમાર્જના આદિની ચેષ્ટામાં, નાક-કાન ઘસતાં, આડી – અવળી ક્રિયા થાય કે ઓધો મુહપત્તિ ઉંધા પકડાય તો ભાંજે. કાંઈ પણ અશુદ્ધ બોલાય તો ભાંજે. દાંડી મૂકી થાપ્યા પછી (કાળમાંડલાના અંતે કાલમાંડલું થાપતા પૂર્વે) કૂડો આદેશ કે અક્ષર બોલાય તો, નવકાર ગણી થાપતાં પાટલી ભાંજતી નથી, પછી ત્યાંથી અધૂરી વિધિ પૂર્ણ કરે. છીંક વિ. આવે અથવા સંભળાય તો પાટલી ભાંજે.