Book Title: Bruhad Yog Vidhi Part 04 Kalik Yog
Author(s): Purnachandrasagarsuri
Publisher: Agamoddharak Foundation

View full book text
Previous | Next

Page 25
________________ - સૂયતાસવારની વસતિ અશુદ્ધ હોય ને કાળ પવેવ્યા બાદ ખબર પડે કે પૂર્વમાં વસતિ અશુધ્ધ હતી તો ચારે કાલગ્રહણ જાય.. પદસ્થ - કોઈપણ યોગી કે લઘુત્તમ માંડલીનાં યોગવહન કરેલ અજોગી અથવા જે જોગ ચાલતાં હોય, તેના જોગ કરેલા ન હોય તેવો કોઈપણ સાધુ કાળ પdવી શકે છે, પરંતુ યોગદ્વહન કર્તા યોગીની ગેરહાજરીમાં પવેવે તો જાય, તેમજ અજોગીને સઝાય ન થઈ હોય અને કાળ પવેવે તો કાલગ્રહણ જાય, જોગીને વાંધો નહી. બે કાલગ્રહણ રાત્રે લીધા હોય, બે કાલગ્રહણ પ્રભાતે લેવા છતાં, સવારે એક જ સ્થાને એકથી માંડીને ૪ કાલગ્રહણ એક સાથે નિમ્નક્રમાનુસાર પવેવાય છે. પ્રથમ પભાઈ બાદ વાઘાઈ પછી અદ્ધરતિ અને અંતે વિરતિ.. જોગી નુતરાં સમયે હાજર ન હોય અને ત્રણ ગાઉ થકી પdવતાં પૂર્વે આવે તો ‘સુજે' બોલી શકે, કાલગ્રહણ ગણાય, સાધ્વી માટે સમજવું. (સાધુ માટે કારણવશાતુ) કાળ પવતી વખતે ન લીધેલા કાલગ્રહણનો આદેશ - અનુક્રમ સિવાયનો આદેશ કે એક અક્ષર ઓછા-વત્તા બોલે તો બધા કાલગ્રહણ જાય.. પભાઈ કાલગ્રહણ આવ્યા પછી કોઈ કાલગ્રહણનો આદેશ રહી જાય. અને ક્રમસર આગળ ચાલે તો, આદેશ રહી ગએલ કાલગ્રહણ જાય, બાકીના ગણાય. કાળ પdવતી વખતે જો ક્રિયા કરાવનાર ન હોય તો ચાલે, કેમ કે તેમને ‘સુજે' બોલવાની જરૂર નથી. કાળ એક જ વાર પવેવાય છે. કાલગ્રહણ લીધેલા સ્થાનથી ૩ ગાઉ (૭ થી ૯ કી.મી.) દૂર જઈ પહેરી શકાય. પdવતાં જે સાધુ-સાધ્વી હાજર ન હોય અથવા ‘સુજે’ ન બોલે તો તે કાલગ્રહણ તેમનું જાય અર્થાત્ તેમનું તે કાલગ્રહણ ગણાય નહિ.

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94