________________
શ્રી સઝાય પઠવવાની વિધિ.. ૦૧Oડગલામાં શુધ્ધ વસતિ ગવેસવી મોરપીંછના દંડાસનથી કાજો લેવો.
સ્થાપનાચાર્યજી ખુલ્લા રાખવાં.. •દિશાનું બંધારણ નથી..
સજઝાય પઠવવામાં કોઈપણ જોગીની પડિલેહણ કરેલી પાટલી લઈ શકાય •ક્રિયા જેની પાસે કરવાની છે તે ક્રિયાકારક તથા તમામ યોગીઓએ ક્રિયા પૂર્વની સઝાય પઠવવી બાદ ક્રિયા કરાય.. •ક્રિયા પૂર્વે ૧ કાલગ્રહણ હોય તો ૧ સઝાય અને ૨ હોય તો ૨ સઝાય પઠવવી.. • ક્રિયા બાદ અને પાટલી પૂર્વે ૧ કાલગ્રહણ હોય તો ૨ સઝાય અને ૨ કાલગ્રહણ હોય તો કુલ ૩ સજઝાય પઠવવી.. કુલ ક્રિયા પૂર્વે અને પછી મળી ૧ કાલગ્રહણની ૩ સજઝાય, ૨ કાલગ્રહણ હોય તો ૫ સઝાય પઠવવાની થશે. એક પાટલીથી સર્વે સાધુ-સાધ્વીઓ સઝાય પઠાવી શકે, એક જણ પાટલી વિગેરે પડિલેહે પછી સર્વયોગીઓ સ્થાપીને સાથે સર્વ ક્રિયા કરે, એક જણ સૂત્રો બોલે બાકી સર્વે સાંભળે. સજઝાય દરમ્યાન લઘુ પર્યાયી સાધુ-સાધ્વી બોલે ત્યારે વડીલ સાથે ક્રિયા કરતાં સાધુ-સાધ્વી પણ લઘુ પર્યાયવાળાને આદેશ ન આપે. ખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! ઈરિયાવહિયં પડિક્કમામિ..?” “ઇચ્છે” “ઇચ્છામિ પડિક્કમિઉં ? ઈરિયાવહિયા... તસઉત્તરી... અન્નત્થ...