________________
ત્યાં ઉભો રહે, કાલગ્રહી જ્યારે કાલ માંડલા કરે ત્યાં સુધી ઉભો રહે, જયારે કાલગ્રહી કાલ માંડલા કરી રહે અને દંડાસણ નીચે મૂકે ત્યારે દાંડીધર: “દિશાવલોક હોય છે..? (કાલગ્રહી : ‘હોય છે') પછી દાંડીધર પાટલી નીચે મૂકીને તગડી હાથમાં લે, જો પાટલી હાલતી હોય તો તગડી મૂકી સ્થિર કરે નહીંતર પાટલીની આગળ તગડી છૂટી મૂકે.. દાંડીધરઃ ઉભડક પગે બેઠાં બેઠાં હાથમાં સ્થાપના મુદ્રા યુક્ત ઓઘો-મુહપત્તી રાખી ૧ નવકારે સ્થાપે અને તે જ મુદ્રાએ ૧ નવકારે ઉભા સ્થાપે (સાથે કાલગ્રહી પણ ૧ નવકાર ઉભા સ્થાપે) દાંડીધર ખમાસમણ દેઇ : “ઇચ્છાકારેણ સંદિસહ વસહિ પવેલું? (કાલગ્રહી: ‘પહ' અહીં પાટલી સ્થાપ્યા બાદ ‘ભગવન્' શબ્દ બોલવાનો નથી) દાંડીધર : “ઇચ્છે'ખમાસમણ દેઇ : “સુધ્ધા વસહિ” (કાલગ્રહ : ‘તહત્તિ') પછી દાંડીધર: “ઇચ્છામિ ખમાસમણો વંદિઉં જાવણીજજાએ નિસાહિઆએ... બોલતાં પાટલી પરથી પાટલી કે બીજી દાંડી ન હાલે તે રીતના એક દાંડી લે અને મનમાં ‘મત્યએણ વંદામિ' બોલવા પૂર્વક બેઠાં બેઠાં જ ઓઘાથી ૧૦ બોલથી દાંડી પડિલેવે પછી દાંડીધર: “ઇચ્છાકારેણ સંદિસહપભાઇ કાલર્જ થાપું..? (કાલગ્રહી : ‘થાપો’) “ઇચ્છે' કહી બેસીને ૧ નવકાર પાટલી સામે ગણે અને ૧ નવકાર હાથમાં રહેલી દાંડી સામે ગણે... ( જે કાલગ્રહણ હોય તે કાલગ્રહણનું નામ લેવું. વિરતિકાલ - વાઘાઈ કાલ - અધ્ધરતિ કાલ વિ.