Book Title: Bodhsar Author(s): Atmanandji Maharaj Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba View full book textPage 7
________________ બે શબ્દ આ સંસ્થા છેલ્લાં ૧૯ વર્ષોથી સમાજને, સાધકોને અને વિદ્વાનોને ઉપયોગી થાય તેવું આધ્યાત્મિક સાહિત્ય નિયમિત પ્રકાશિત કરે છે. આ પ્રકાશનોની પરંપરામાં આજે આ એક નવું પ્રકાશન ઉમેરીએ છીએ, જે પૂર્વે પ્રકાશિત થયેલા પ્રકાશનમાં ધરમૂળ ફેરફારો સહિત નવા રૂપે અને નવા નામે પ્રગટ થાય છે. આ પ્રકાશનનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રથમ અને મધ્યમ કક્ષાના સાધક-અભ્યાસીઓને પાયારૂપ તત્ત્વજ્ઞાન એક જ જગ્યાએથી મળી રહે તે છે. આ પુસ્તક “સાધના માટેના પાયારૂપ તત્ત્વજ્ઞાનના ત્રીજા અને છેલ્લા મણકારૂપે પ્રગટ થાય છે અને તેથી આ માળા હવે પૂરી થાય છે. અધ્યાત્મજ્ઞાન પ્રવેશિકા તથા અધ્યાત્મતત્ત્વ-પ્રશ્નોત્તરી સાથે હવે આ સેટ પ્લાસ્ટિકના કવરમાં તૈયાર જ મળી શકશે. સામાન્ય સત્પાત્રતાથી માંડીને સત્સંગ-ભક્તિ-સ્વાધ્યાયતત્ત્વનિર્ણય-ધ્યાન અને આત્મસાક્ષાત્કાર સુધીની સાધના માટેનું જરૂરી લગભગ બધું જ પાયારૂપ પાથેય આ શ્રેણિમાં સમાવી લેવાનો અમે પ્રયત્ન કર્યો છે. આશા છે કે આજ સુધીનાં પ્રકાશનોની માફક આ પ્રકાશન પણ અભ્યાસી સાધકોમાં લોકપ્રિય થશે અને તેનું વાંચન-મનનઅનુસરણ કરી તેઓ પોતાના જીવનને ઉન્નતિના માર્ગે આગળ લઈ જશે. વિદ્વાનોને વિનંતી કે તેઓ આ પ્રકાશનોમાં રહેલી કોઈ પણ ત્રુટિ પ્રત્યે અંગુલિનિર્દેશ કરે, કે જેથી તેમાં સુધારણા કરી વધારે ઉપયોગી બનાવી શકાય. કોબા % આત્માનંદ તા. ૨૨-૭-૯૪ ગુરુપૂર્ણિમા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 82