Book Title: Bodhsar
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 6
________________ સંસ્થાકીય સદ્ભુત-સેવા-સાધના કેન્દ્રની સ્થાપના ભગવાન મહાવીરસ્વામીના કેવળજ્ઞાનદિન-વૈશાખ સુદ ૧૦ (સં. ૨૦૩૧)ના મંગળ દિને કરવામાં આવેલી, જેનો ઉદ્દેશ નીચે દર્શાવેલ શુભ પ્રવૃત્તિઓ હાથ ધરવાનો છે : (૧) ભારતીય સંસ્કૃતિના શાશ્વત સત્ય મૂલ્યોનું પ્રતિષ્ઠાપન, સંરક્ષણ અને સંવર્ધન. (૨) અધ્યાત્મશાસ્ત્રોનું અને અનેકાંતવિદ્યાનું અધ્યયન-અધ્યાપન સંશોધન-પ્રકાશન-અનુશીલન. (૩) ભક્તિસંગીતની સાધના અને વિકાસ. (૪) યોગસાધનાનો પ્રાયોગિક અભ્યાસ અને સમાજના સ્વચ્છ માટેનાં કાર્યોમાં દવાખાનાના સંચાલન આદિ દ્વારા સહયોગ આપવો. (૫) સમર્પણ યોગ અને આજ્ઞાપાલનની જિજ્ઞાસાવાળા વિશિષ્ટ સાધક-મુમુક્ષુઓનું આચારસંહિતામાં સ્થાપન. આ ઉદેશોને લક્ષમાં રાખી સંસ્થામાં એક ગ્રંથાલય પણ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં હાલમાં લગભગ ૧૦,૦૦૦ ઉપરાંત ગ્રંથોનો સંગ્રહ છે. આ પુસ્તિકાની ચાર આવૃત્તિઓ ક્રમશઃ સને ૧૯૭૫,૧૯૭૬, ૧૯૮૨ તથા ૧૯૯૦માં (આમૂલ પરિવર્તિત અને પરિવર્ધિત આવૃત્તિ) પ્રગટ કરવામાં આવી હતી. હવે તેની આ પાંચમી, આવૃત્તિ પ્રગટ થાય છે, જે આત્માર્થીજનોને ઉપયોગી નીવડો ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 82