________________
‘ભગ’ શબ્દના અર્થ
૧૭ અને સાથે સાથે મારી, માહ મરી, ઉપદ્રવ, વિપ્લવ આદિને નાશ થઈ સુખને સૂર્ય ઊગી દેદીપ્યમાન થાય છે. અતિ વૃષ્ટિ અને અનાવૃષ્ટિ આપના આત્મતેજ સામે મુખ પણ બતાવી શકતા નથી. આપના પ્રભાવથી ઈન્દ્રોનાં આસને ચલાયમાન થાય છે ત્યારે ઈંદ્ર અવધિજ્ઞાનથી આપના કલ્યાણ કે જાણે, આપના વંદનને માટે હર્ષિત થઈ આવ-જા કરે છે અને મહત્સવ ઉજવે છે.
હે પ્રભુ! આપનું માહામ્ય અચિંત્ય છે. આપને અમારા સમય સમયના વંદન હે! વંદન હે!
યશ
હે પ્રભુ! ગામમાં આવતાં જ આપને યશસૂર્ય પ્રકાશ આપવાનું શરૂ કરે છે અને આપની કીર્તિ ત્રણે લેકમાં પ્રસરે છે. દેવકના દેવ-દેવીઓ અને ઈદ્રો તથા પાતાળ લેકમાં નાગકન્યાઓ આપની નિરંતર સ્તુતિ કરી આપના યશ ઉપર કળશ ચડાવે છે. અનેક પરિષહે અને ઉપસર્ગોને તથા રાગદ્વેષને સંપૂર્ણપણે જીતે છે, ત્યારથી આપને યશ સદાકાળને માટે પ્રતિષ્ઠિત થાય છે. હે પ્રભુ! આપના યશને અવશેષ બાકી ન રહેવાથી આપ ત્રિકાળ તપે છે છતાં એ સુયશના અંશની પણ નિરીહ એવા આપને કદી ઈચ્છા નથી એવા આપને ત્રિકાળ નમસ્કાર છે!
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org