Book Title: Bhakti Margnu Rahasya
Author(s): Bhogilal G Sheth
Publisher: Shreyas Pracharak Sabha

View full book text
Previous | Next

Page 255
________________ ૨૩૮ ભક્તિમાર્ગનું રહસ્ય છે અને અનાદિકાળથી પ્રવાહરૂપે ચાલી આવતી મિથ્યાદષ્ટિ ટળી જઈ સમ્યફદષ્ટિને ઉદય થાય છે અને તેને હિતકારી પરિણામે ભક્તને આત્મા ઊર્ધ્વગતિ તરફ પ્રયાણ કરતે કરતે શુદ્ધતાને પામે છે. અનાદિકાળથી છવ પિતાના અનુપમ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને અને તેની અચિંત્ય અનંત શક્તિને ભૂલી જઈ, “દેહ તે હું” એવી ભ્રાંતિમાં રહી આ અનિત્ય, અશરણરૂપ અને અસાર સંસારની ચારે ગતિમાં પરતંત્રતાએ મુસાફરી કર્યા કરે છે અને પ્રત્યેક વેળાએ પરમાં સુખ બુદ્ધિ રાખી તેમાં જ ર પચ્ચે રહી સંસારની સફર વધાર્યા કરે છે. તે ભ્રાંતિરૂપ અજ્ઞાનની નિવૃત્તિ માટે તથા વાસ્તવિક નિજ નિરૂપમ સ્વરૂપની પ્રતીતિ થવા અર્થે જ્ઞાની પુરૂષનાં સ્વરૂપદર્શક મંત્ર સ્વરૂપ વચને બ્રાંતિ છેદક હેઈ તેનું સ્મરણ, રટણ અને ચિંતન સતત, એકમના થઈને કરવા ગ્ય છે. સ્વરૂપ પ્રતીતિરૂપ અનુભૂતિના અપૂર્વ લાભની પ્રાપ્તિ અર્થે શ્રી ગુરુદેવની આજ્ઞાપૂર્વક તે વચન મંત્રનું આરાધન કરવું, તેમાં ચિત્તને ઉપવેગપૂર્વક જોડવું, તેમાં રહેલ ભાવ સાથે એકતાર થવું અને લય લગાડવી. ઉત્કૃષ્ટ ફળ તેથી શીઘ્રતાએ સંપ્રાપ્ત થાય છે. આત્મવિશુદ્ધિનાં ઉચ્ચ ઉચ્ચ શિખરે ક્રમશઃ સર કરવા માટે વિકાસની ભિન્ન ભિન્ન ભૂમિકાએ ભિન્ન ભિન્ન વચનમંત્રનું આરાધન કરવાનું વધુ લાભદાયી અને અતીવ ઉપકારી થાય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280