Book Title: Bhakti Margnu Rahasya
Author(s): Bhogilal G Sheth
Publisher: Shreyas Pracharak Sabha

View full book text
Previous | Next

Page 253
________________ ૨૩૬ ભક્તિમાર્ગનું રહસ્ય જ્ઞાની ભગવતેએ શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં લીન થઈ અમૃતસાગરનું અવલોકન કરી, અનુભવ કરીને આત્મતિ સંબંધી જે ઉત્તમ, અનુપમ, પ્રેરણાત્મક, પરિણામ પમાડી શકે તેવા સામર્થ્યવાળાં વચન જીવનાં કલ્યાણાર્થે પ્રકાશિત કર્યા છે તે રૂડા પવિત્ર મહાત્માઓને વિનયભક્તિસહિત વારંવાર નમસ્કાર કરું છું, નમસ્કાર કરું છું. આત્મસ્મૃતિજનક કઈ પણ એક મંત્રનું સવ અન્ય ચિંતાને ત્યાગ કરી, હૃદયના ઉલ્લસિત સાચા ભાવથી નિરંતર સ્મરણ કરવામાં આવે તે ઉત્તમ સ્વરુપેલાભને ધર્મલાભ મળે એ નિઃસંદેહ છે એમ જ્ઞાની પુરૂષોએ કહ્યું છે, તે સત્ય છે. આત્મા “ દ્રવ્યથી-હું એક છું, અસંગ છું, સર્વ પરભાવથી મુક્ત છું. ક્ષેત્રથી અસંખ્યાત પ્રદેશાત્મક નિજ અવગાહના પ્રમાણુ છું. કાળથી-અજન્મ-અજર-અમર શાશ્વત છું, સ્વપર્યાય પરિણામી સમયાત્મક છું. ભાવથી-શુદ્ધ ચૈતન્યસ્વરૂપ માત્ર નિર્વિકલ્પ દષ્ટા છું.” - શ્રીમે રાજચંદ્ર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280