________________
૨૩૬
ભક્તિમાર્ગનું રહસ્ય જ્ઞાની ભગવતેએ શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં લીન થઈ અમૃતસાગરનું અવલોકન કરી, અનુભવ કરીને આત્મતિ સંબંધી જે ઉત્તમ, અનુપમ, પ્રેરણાત્મક, પરિણામ પમાડી શકે તેવા સામર્થ્યવાળાં વચન જીવનાં કલ્યાણાર્થે પ્રકાશિત કર્યા છે તે રૂડા પવિત્ર
મહાત્માઓને વિનયભક્તિસહિત વારંવાર
નમસ્કાર કરું છું, નમસ્કાર કરું છું. આત્મસ્મૃતિજનક કઈ પણ એક મંત્રનું સવ અન્ય ચિંતાને ત્યાગ કરી, હૃદયના ઉલ્લસિત સાચા ભાવથી નિરંતર સ્મરણ કરવામાં આવે તે ઉત્તમ સ્વરુપેલાભને ધર્મલાભ મળે એ નિઃસંદેહ છે એમ જ્ઞાની પુરૂષોએ કહ્યું છે, તે સત્ય છે.
આત્મા “ દ્રવ્યથી-હું એક છું, અસંગ છું, સર્વ પરભાવથી મુક્ત છું. ક્ષેત્રથી અસંખ્યાત પ્રદેશાત્મક નિજ અવગાહના પ્રમાણુ છું. કાળથી-અજન્મ-અજર-અમર શાશ્વત છું,
સ્વપર્યાય પરિણામી સમયાત્મક છું. ભાવથી-શુદ્ધ ચૈતન્યસ્વરૂપ માત્ર નિર્વિકલ્પ દષ્ટા છું.”
- શ્રીમે રાજચંદ્ર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org