________________
ભક્તિનાં સાધને અને પ્રાર્થનાક્રમ દર્શન. તે ચિદાકાશમાં દિવ્ય તિદર્શન છે. સત્ય દર્શનની કેઈ એક ચોક્કસ અનુભવની અંકિત છાપ છે. અલૌકિક પાર માર્થિક જીવનનું અને ભગવાન સાથે એકતા થવાનું એ પવિત્ર નિર્મળ દર્શન છે. આ દર્શન ઠેઠ પ્રભુજીના પરમ પાવનકારી ચરણે સુધી લંબાઈને ત્યાં જ એંટી જઈ સ્થિર થઈ એકરૂપ થાય છે. એ ભવ્ય જીવને પોતાપણાના અહં. ભાવને અભાવ કરાવી ભગવાનની પ્રેમભક્તિમાં તન્મયતાવાળી દશા લાવીને દેહાત્મબુદ્ધિ અને સકલ વ્યક્તિત્વને ભૂલાવી દે છે. અહે! એવી પરમ કલ્યાણકારી સમ્યફ શ્રદ્ધાનું બળ તે જુઓ! કેવું આશ્ચર્યકારક છે!
હે પ્રભુ! આપના અનુગ્રહથી આપની અને આપના પવિત્ર વીતરાગધર્મની શ્રદ્ધા થઈ છે. કૃપા કરીને આપ એ શ્રદ્ધાને ખૂબ બળવાન અને પવિત્ર કરાવતા જશે કે જેથી ઉંઘમાં કે સ્વપ્નમાં, જાગતાં કે નિદ્રા-તંદ્રામાં એક ક્ષણ પણ તે ડગે નહીં; પૂર્વની ભૂલના પરિણામે ગમે તેવા વિષમ ઉદયકાળ કટીરૂપે આવે તેમ છતાં પણ એ શ્રદ્ધાને અંશ પણ વિધ્વંશ ન થાય અને મને તેમાંથી જરા પણ ચલિત ન કરે. હે પ્રભુ! મારી તે એવી ભાવના છે કે વીતરાગધર્મના પાયારૂપ એ શ્રદ્ધાને ઠેઠ મિનારા સુધી લઈ જવી છે તો આપ પરમ સહાયભૂત થશે એવી આપને વિનંતિ છે.
હે પ્રભુ ! મને આપના ઉપદેશપ્રસાદથી બરાબર સમજાય છે કે શ્રદ્ધા એ આત્માને ત્રિકાળી ગુણ છે પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org