________________
ભગવાનના ભક્તની સાધના
૨૨૭ હોય છે. આ અનુકૂળ સમયને સદુપયેાગ પ્રગથી કરવાને છે
રાત્રે પથારીમાં જઈ સૂતા સૂતા ઊંઘના આક્રમણ સુધી શ્રી ગુરૂદેવે આશીવાંદપૂર્વક આપેલ આત્મગુણદર્શક આજ્ઞામંત્રનું સ્મરણ કરવું, શરૂમાં ઉપયોગને તેમાં જોડી રાખવાને યત્ન કરે અને સ્મરણ ચલાવ્યા કરવું. આ સ્મરણ ઓછામાં ઓછું અડધી કલાક સુધી તે અવશ્ય થવું જોઈએ. તેમ થયા પછી નિદ્રાને ઉદય આવતાં ઊંઘી જવું ને તેમાં બાધ નથી. આથી આ મંત્રને ભાવ આત્મા પકડ જશે, સ્થિર અને શાંત થતે જશે. અભ્યાસના થડા કાળ પછી રાત્રિમાં કોઈ હેતુએ જાગી જવાનું બને ત્યારે જણાશે કે સ્મરણ આશ્ચર્યકારક રીતે ચાલુ છે અને એ જ આત્માએ ભાવનું પ્રેમપૂર્વક ગ્રહણ કર્યું છે અને તેનામાં ઈષ્ટ પરિણમન થયું છે તેની પ્રતીતિ છે. આની અસર બીજા આખા દિવસ દરમ્યાન શાંતભાવમાં લગભગ રહેવારૂપ હશે, એટલે મનમાં ઉઠતા વિકપની વણઝાર અટકી ગયેલી અનુભવાશે; સતાવતા નકામા વિચારે પિતાથી દૂર દૂર નિર્જન રણમાં નિરાધારપણે જતા રહેશે. સવારે જાગૃત થયા પછી પથારીમાંથી એકદમ ઊભા થવું નહીં પરંતુ તે વેળાએ પાંચથી દશ મિનિટ સુધી તે જ સ્મરણ કરવું અને પછી શાંતિપૂર્વક ઊઠવું. આ પ્રગ ચિત્તની શાંતિ તથા મનની સ્થિરતા માટે અતીવ લાભદાયી છે એટલું જ નહીં પણ તે આધ્યાત્મિક દશાની વધુ માનતા માટે પરમ ઉપકારી છે. દરરોજ નિયમિતપણે કરવાથી તેની અસર દીર્ઘકાળ સુધી ટકી રહે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org