________________
૨૨૨
ભક્તિમાર્ગનું રહસ્ય શકે? આથી હું તે પદાર્થો પ્રત્યેની શ્રદ્ધા અને મેહિનીને પ્રીતિ અને આસક્તિને આ ક્ષણથી જ ત્યાગ કરૂં છું અને મારા શાશ્વત, અવ્યાબાધ સુખસ્વરૂપ આત્મામાં જ
પ્રેમ અને શ્રદ્ધા કરૂં છું. (૩) હું દેહ નથી, લાગણીઓ નથી તેમ વિકલપસ્વરૂપ નથી,
દેહનું અસ્તિત્વ પ્રમાણમાં ટુંકા કાળે નાશ પામે છે, લાગણી કે વિકલ્પ અનિત્ય હેઈ ક્ષણ માત્રમાં ક્ષય થાય છે, તે
સર્વને જ્ઞાતા દષ્ટા એ હું સદા નિત્ય છું. (૪) અનાદિકાળથી ક્રોધ, માન, માયા, લેભ આદિ કષાય
અને નેકષાય ભાવે મારા અંતરંગ સાચા શત્રુઓ છે. હવે મેં તેમને તેમનાં સાચા સ્વરૂપે ઓળખી લીધા છે અને મારા બળવાન તથા અચળ નિશ્ચયબળથી તેમને જીતવા માટે કટિબદ્ધ થયે છું. અનુભવથી મને લાગે છે કે શ્રી ગુરૂદેવની કૃપાથી કષાયે ઉપશાંત થતા જાય છે, આથી મારા આત્મામાં શ્રદ્ધા પ્રકાશે છે કે આખરે
તેમની સતામણું દૂર થશે. (૫) જેમ જેમ ઉપરોક્ત કષાયભાવે વધુ અને વધુ દબાતા
જાય છે, તેમ તેમ મારું સત્યસ્વરૂપ અંધકારના પડદાને
ચીરીને વધારે ને વધારે બહાર આવતું જાય છે. (૬) મનની સમસ્ત કલ્પિત પ્રવૃતિ અટકી જઈ તે શાંત
થતાં જ મારું સહજાનંદી શુદ્ધ કેવળજ્ઞાનસ્વરૂપ પ્રગટ થશે એવી આનંદપ્રેરક પ્રતીતિ અંતરમાં વસે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org