________________
૨૨૦
ભક્તિમાર્ગનું રહસ્ય તેમ તેમ મનચક્ષુ સમક્ષ શ્રી ગુરુદેવની શાંત મુખમુદ્રાના પવિત્ર દર્શનથી અથવા તેમની સ્મૃતિ લેવાથી અને તેમનાં વચનના આશ્રયથી આત્મવીર્ય પ્રગટાવવાનું બળ મેળવે છે, તેની સામે વીરતાથી લડે છે અને યુદ્ધને અંતે જય મેળવે છે. આ પ્રકારે ભગવાનની કૃપાથી તેને આત્મા સ્વસ્થ પરિણામી થઈ પવિત્ર થતું જાય છે, સમતાભાવ વધારતે જાય છે અને ક્રમશઃ શાંતપણાને ભજતે જાય છે.
પરમાત્મરૂપ શ્રી ગુરુદેવમાં પ્રેમ, શ્રદ્ધા અને અર્પણભાવ, એ ત્રિપુટી મોક્ષની પ્રાપ્તિ કરાવનાર સરળ અને શ્રેષ્ઠ ઉપાય છે. તે સાધનામાં વેગ લાવવા માટે અને ચિત્ત ચૈર્યની પગદંડી આગળ વધારવા માટે શ્રીગુરૂએ ઉપદેશ આપેલ સાધનાના પ્રાગે સાધક–ભક્ત ઉત્કંઠા પૂર્વક નિયમિત કરે છે અને તેથી નિષ્પન્ન થતે લાભ પ્રાપ્ત કરે છે. આ પ્રયોગ સાવ સાદા, સીધા, સરળ, કટ્ટરહિત છે અને છતાં ક૯૫નામાં ન આવે તેવા ઉત્તમ ફળને દેનાર છે. આજ્ઞાપૂર્વક કરેલું આરાધન શ્રી ગુરૂદેવની ગુપ્ત કૃપાથી શીઘ્રતાએ સિદ્ધિ આપનાર થાય છે; પૂર્વ કર્મના ઉદયથી ઉત્પન્ન થતાં વિઘો કઈ અગમ્ય. પણે અદશ્ય થઈ જાય છે અને અનેક પ્રકારની સુવિધા આવીને મળે છે. આવું છે આજ્ઞારાધનનું પ્રભુત્વ આજ્ઞારાધન, આજ્ઞાંક્તિપણું અપણતા એ એકાર્થ વાચક શબ્દ છે. તેનું બળ જેમ જેમ વધે તેમ તૈમ સિદ્ધિ સમીપપણે વતે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org